- 200 ખેડૂતો સાથે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
- નાયબ કલેકટર અને નર્મદવિભાગને કરી રજૂઆત
- દિવસમાં બે વાર પાણી નહીં મળે તો આંદોલન કરશે
પાલનપુરઃ વાવ તાલુકાના છેવાડે આવેલા રાછેણા ગામના ખેડૂતોને રવી સીઝન માટે પૂરતા પ્રમાણમાં પાણી ના મળતા નાયબ કલેકટર અને નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે, જો બે દિવસમાં પાણી નહીં મળે તો 200 ખેડૂતો સાથે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે.
200 ખેડૂતો સાથે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
બનાસકાંઠાના સરહદી વિસ્તારના રાછેણા ગામના ખેડૂતોની ચીમકી બે દિવસમાં પાણી નહીં મળે તો 200 ખેડૂતો નાયબ કલેકટર કચેરી આગળ ઉપવાસ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા કરોડના ખર્ચે કેનાલ બનાવવામાં આવી છે અને ખેડૂતોને સુખાકારી માટે રેગ્યુલર પાણી મળી રહે તેવા પ્રયત્નો કરવા સૂચન પણ થતું હોય છે, પરંતુ આજે પણ વાવ વિસ્તારના છેવાડાના ગામડાઓમાં છ વર્ષથી ખેડૂતોએ નર્મદા કેનાલનું પાણી પણ નથી મળતું ખેડૂતોએ દર વર્ષ પાણીની આશાએ લાખો રૂપિયાનો ખર્ચ કરી ખેતરમાં બેઠા છે. છતાં પણ પાણી મળતું નથી. વાવ તાલુકાના રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે સિંચાઈ માટે પાણી રેગ્યુલર નથી મળતું પાણીની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો વાવી તૈયાર કરી બેઠા છે છતાં ખેડૂતોને આજદિન સુધી પિયત માટે પાણી મળ્યું નથી જેને લઇને આજે રાછેણા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર નાયબ કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, બે દિવસમાં પાણી નહીં મળે તો 200 ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
નાયબ કલેકટર અને નર્મદાવિભાગને કરી રજૂઆત
બનાસકાંઠાના વાવ તાલુકાના રાછેણા ગામના ખેડૂતોને નર્મદા કેનાલનું રવિ સીઝન માટે પાણી ના મળતા નર્મદા વિભાગને વારંવાર રજૂઆતો કર્યા છતાં પાણી નહીં મળતા રાછેણા ગ્રામ પંચાયતના લેટર પર લેખિત રજૂઆત કરી છે.
દિવસ બેમાં પાણી નહીં મળે તો આંદોલન કરશે
બનાસકાંઠાના સરહદી વિસ્તારના રાછેણા ગામના ખેડૂતોને નર્મદાનું પાણી પિયત માટે ના મળતા નાયબ કલેકટર અને નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું હતું કે, ખેડ ખાતર અને બિયારણમાં લાખોનો ખર્ચ કરી નાખ્યો છે. જો હવે નર્મદા કેનાલનું પાણી ના મળે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે એમ છે. રાછેણા ગામના સરપંચે નર્મદા નિગમ અધિકારી અને પ્રાંત કચેરી થરાદને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, રાછેણા ગામના ખેડૂતોને દિન બેમાં છેલ્લે સુધી પાણી નર્મદા નહેરનું સિંચાઈ માટે નહીં પહોંચે તો કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી 200 જેટલા ખેડૂતો પ્રાંત કચેરી આગળ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી.