ETV Bharat / state

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં અત્યારસુધીમાં 105 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યું - ચૂંટણી સમાચાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાનારી છે ત્યારે ચૂંટણી ફોર્મ ભરવાના પાંચમા દિવસે 67 વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હતાં. પાંચ દિવસમાં કુલ 105 ફોર્મ ભરાઈ ચૂક્યાં છે જેમાં કોંગ્રેસની સાથે સાથે ભાજપના ઉમેદવારોએ પણ મેન્ડેટ મળવાની આશાએ ફોર્મ ભર્યું હતું. પાલનપુર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારોએ ફોર્મ ભરી એન્ટ્રી કરી છે.

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં અત્યારસુધીમાં 105 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યું

author img

By

Published : Feb 15, 2021, 5:37 PM IST

  • પાંચ દિવસોમાં કુલ 105 ફોર્મ ભરાયા જેમાંથી 65 ફોર્મ માત્ર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યાં
  • બીજેપી 14, આપ 10 તેમજ 16 ફોર્મ અપક્ષમાંથી ભરાયા
  • ટિકિટ મામલે વિખવાદ હોવાથી ભાજપ-કોંગ્રેસ મેન્ડેટ સીધાં જ ચૂંટણી અધિકારીને રજૂ કરશે
  • પાલનપુર નગરપાલિકામાં અત્યારસુધીમાં 44 બેઠકો માટે 400 ફોર્મનું વિતરણ થયું

બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકામાં અત્યારસુધી 44 બેઠકો માટે 400 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે. ફોર્મ લીધાં બાદ બીજા દિવસથી ફોર્મ ભરવાની શરૂઆત નેતાઓએ કરી હતી. જેમાં છેલ્લાં પાંચ દિવસોમાં કુલ 105 ફોર્મ ભરાયાં છે. પાંચમાં દિવસે વોર્ડ નંબર 01થી 06માં 44 ફોર્મ અને 06થી 11માં પણ 23 ફોર્મ ભરાયાં હતા. જેમાં બીજેપીએ પણ કેટલાંક ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવાનું જણાવતાં ભાજપે પણ ફોર્મ ભરવાની શરૂઆત છે. જોકે ભાજપના 01થી 06 વોર્ડમાં જ હજુ ફોર્મ ભરાયાં છે. જેમાં 14 ફોર્મ બીજેપી ઉમેદવારોએ મેન્ડેટ મળવાની આશાએ ભર્યા હતાં. જોકે, વોર્ડ નંબર 07થી 11માં બીજેપી ઉમેદવારો ફોર્મ ભરશે.

કોંગ્રેસના 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

કોંગ્રેસના 38 ઉમેડવારોએ ફોર્મ ભરતાં કોંગ્રેસ પક્ષમાંથી 65 ઉમેદવારોના અત્યારસુધી ફોર્મ ભરાઈ ચુક્યા છે. જોકે મેન્ડેટ માત્ર 44 ઉમેદવારોને જ મળશે. દિવસ દરમ્યાન ભાજપમાં આંતરિક વિખવાદ ખૂબ જ રહ્યો હતો. કોની ટિકિટ કપાઈ અને કોણ ટિકિટ લઈ ગયું તેની અટકળો વચ્ચે દિવસભર ભાજપ કાર્યાલયમાં હંગામો જોવા મળ્યો હતો. અત્યારસુધી જે વિખવાદની સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળતી હતી તે વિવાદ હવે શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ હવે છેલ્લી ઘડીએ ત્રણ વાગ્યાં પહેલાં ચૂંટણી અધિકારીને મેન્ડેટ આપી ઉમેદવાર જાહેર કરશે.

અત્યારસુધી કયાં કયાં પક્ષમાંથી કેટલાં ફોર્મ ભરાયાં ...?

વોર્ડ કોંગ્રેસ બીજેપી બીજેપી
01 05 04 02
02020400
03020201
04150000
05100000
06040402
07060000
08060001
09040002
10010001
11100001
કુલ651410

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.