ETV Bharat / state

બનાસકાંઠામાં શાકભાજીના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી - HYC

સમગ્ર ભારતભરમાં ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે અનેક ધંધા-રોજગાર પર અસર જોવા મળી રહી છે.ત્યારે આ કોરોના મહામારીમાં સૌથી વધુ કફોડી પરિસ્થિતિ ખેડૂતોની બની છે.કોરોના મહામારીમાં ખેડૂતોને શાકભાજીના ભાવ ન મળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતોની હાલત કફોડી
ખેડૂતોની હાલત કફોડી
author img

By

Published : Jun 9, 2021, 9:03 AM IST

Updated : Jun 9, 2021, 10:05 AM IST

  • કોરોના વાઇરસની મહામારીમાં અનેક ધંધા-રોજગાર બંધ
  • કોરોનાની મહામારીમાં ખેડૂતોની હાલત કફોડી
  • શાકભાજીના ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠા: ચાલુ વર્ષે સમગ્ર ભારતભરમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોની પરિસ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને નાના-મોટા ધંધા-રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓની હાલત લોકડાઉનના કારણે પરિસ્થિતિ કફોડી બની છે. બહારના રાજ્યોમાં કોરોના વાઇરસની મહામારીના કારણે લોકડાઉન થઈ જતા તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. સાથો સાથ ખેડૂતોની હાલત પણ હાલમાં સૌથી વધુ કફોડી બની છે.

બનાસકાંઠામાં શાકભાજીના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે

આમ તો બનાસકાંઠા જિલ્લાને વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. સતત પાણીની અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની હાલત વર્ષોથી કફોડી હતી, પરંતુ સતત ખેડૂતોની રજૂઆતોને પગલે ગુજરાત સરકાર દ્વારા નર્મદા નહેરની સ્થાપના કરવામાં આવી હતી. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયા હતા અને આજે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ખેતી કરવાની પદ્ધતિ દેશ-વિદેશમાં પણ વખણાઈ રહી છે. આજે બનાસકાંઠા જિલ્લામાં શાકભાજી અને ફળોનું મોટા પ્રમાણમાં ખેડૂતો ઉત્પાદન મેળવી રહ્યા છે. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને સારી આવક પણ થઈ રહી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂત પર કુદરત જાણે રૂઠી ગઈ હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી

કોરોનામાં ખેડૂતોની સ્થિતિ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો શાકભાજીનું સૌથી વધુ વાવેતર કરે છે ચાલુ વર્ષે સારા પાકની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો લાવી શાકભાજીનું વાવેતર કર્યું હતુ, પરંતુ જ્યારે શાકભાજીના ઉત્પાદન મેળવવાનો સમય આવ્યો ત્યારે જ કોરોના મહામારીએ ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જેના કારણે બનાસકાંઠા જિલ્લાની શાકભાજીના ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો જેનું કારણ હતું કે, ખેડૂતોને કોરોનાની મહામારીમાં શાકભાજી પહોંચાડવા માટે કોઈ વાહનો મળતાં ન હતા. જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.તો બીજી તરફ શાકભાજી ખરીદી કરવા માટે કોઈ વેપારી અને ગ્રાહક ન હોવાના કારણે ખેડૂતોએ ત્રણ મહિના સુધી પોતાના ખેતરમાં જ શાકભાજી રાખવાની ફરજ પડી હતી. જેના કારણે પણ ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ ગૃહીણી માટે માઠા સમાચાર, શાકભાજીના ભાવમાં થયો બમણો વધારો

બહારના રાજ્યોમાં શાકભાજી બંધ

બહારના રાજ્યોમાં સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે બનાસકાંઠા જિલ્લાની શાકભાજી બંધ થઈ ગઈ હતી. જેના કારણે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની શાકમાર્કેટમાં પણ શાકભાજીના ભાવ એકદમ ગગડી જતાં ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે સૌથી વધુ નુકસાન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વેચવાનો વારો આવે છે એક તરફ સતત પાણીના તળ નીચે જતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો આવે છે તો બીજી તરફ કોરોનાની મહામારીમાં શાકભાજીના ભાવ તળીયે બેસી જતા ખેડૂતો એ હાલ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ વર્ષે પણ શાકભાજીના ઉત્પાદન મેળવવાના સમયે છે ફરી એકવાર કોરોનાનું ગ્રહણ લાગી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Last Updated : Jun 9, 2021, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.