- નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાશે
- આગામી રવિવારે 28 ફ્રેબુઆરીએ થશે મતદાન
- વધારે મતદાન થાય તે માટે તંત્ર દ્વારા ઝૂંબેશ
બનાસકાંઠા : 28 ફેબ્રુઆરીના દિવસે નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા નોડલ ઓફિસર મુકેશભાઇ ચાવડાના આયોજન મુજબ મતદારોને જાગૃત કરવા ચૂંટણી વિસ્તારોમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.
ધનિયાણા આંગણવાડી ખાતે મતદાન માટે સિગ્નેચર કેમ્પેઈન વધારે મહિલાઓ મતદાન કરે તે તરફ ચૂંટણી તંત્રનું લક્ષ્યદેશના વિકાસમાં મહિલાનું યોગદાન હમેશાં રહ્યું છે. જેથી મહિલાઓ આગળ આવે તે જરૂરી છે. મહિલાઓ પોતાના મતાધિકાર પ્રત્યે સજાગ બની તેનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. જે અંતર્ગત પાલનપુર શહેરી વિસ્તારનાં ધનિયાણા ચાર રસ્તા ખાતે આવેલ આંગણવાડીમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિ સિગ્નેચર કેમ્પેઈન અને પોસ્ટર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં સુપરવાઈઝર ડાહીબેન તેમજ આંગણવાડી કાર્યકર ડાભી ગીતાબેન અને આ વિસ્તારની 50 જેટલી બહેનો જોડાઈ મતદાન અવશ્ય કરશે તેવી ખાતરી આપી હતી.