- અંબાજીમાં પણ મોટાભાગના તમામ શિવાલયો ખુલ્લા જોવા મળ્યા
- શિવભક્તો પણ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી શિવજીના દર્શન કર્યા
- અંબાજી ખાતે ભગવાન શિવજીને વિવિધ વ્યંનજનોનો 56 ભોગ અન્નકૂટ ધરાવાયો
બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજીમાં પણ મોટાભાગના તમામ શિવાલયો ખુલ્લા જોવા મળ્યા હતા અને શિવભક્તો પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી શિવજીના દર્શન કર્યા હતા. વર્ષની પરંમપરાની રીતે શિવાલયના પ્રાંગણમાં બ્રાહ્નણો દ્વારા હોમ હવન કરવામાં આવ્યો હતો. જેથી વાતાવરણ શિવમય બન્યુ હતું. અંબાજીમાં કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવજીને વિવિધ વ્યંનજનોનો 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો.
ભગવાન ભોલેનાથની પાલખી યાત્રા
જેર્ની આરતીમાં પણ શિવભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. અંબાજી ધાર્મિક ઉત્સવ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન ભોલેનાથની પાલખી યાત્રા નીકાળી હતી. જેમાં ભીડભાડને બદલે ગણતરીના લોકો જોડાયા હતા. આ પાલખી યાત્રા પરશુરામ શિવમંદિરથી નીકળી વિવિધ શિવાલયોના પરિબ્રહ્મણ સાથે કૈલાસ ટેકરી શિવમંદિરે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. દરવર્ષે આ શિવાલયોમાં વિવિધ ફરાળી વાનગીઓની પ્રસાદ વિતરણ થતું હતું. તેના બદલે તમામ શિવાલયોમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાપસીનો પ્રસાદ બનાવીને મોકલ્યો હતો. જે ભક્તોને વિતરણ કરાયો હતો.