ETV Bharat / state

અંબાજી મંદીરે શરદપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી - શ્રદ્ધાળુઓને રાત્રી કપૂર આરતીમાં પ્રવેશ અપાયો

નવરાત્રીના તહેવાર બાદ આસો સુદ પૂર્ણિમા એટલે કે, શરદપૂર્ણિમાનો વિશેષ મહત્વ રહેલું હોય છે. જેને લઈને ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાને લઈ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો.

અંબાજી મંદીરે શરદપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Oct 21, 2021, 3:35 PM IST

  • અંબાજીમાં શરદપૂર્ણિમાને લઈ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો
  • ગરબા બંધ રહેતા ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો
  • 300 લીટર દૂધપૌંઆના પ્રસાદનું વિતરણ કરાયું

અંબાજી : દિવાળી પહેલા વર્ષની છેલ્લી પૂનમ એટલે શરદપૂર્ણિમા હોવાથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે. શરદપૂર્ણિમાની રાત્રે દૂધપૌંઆનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યાં અંબાજી મંદિરમાં ચંદ્રની કિરણો વચ્ચે ચાંદીના બેડામાં દૂધપૌંઆ મુકવામાં આવ્યા હતા. રાત્રીના બાર કલાકે માતાજીને નૈવેધ ધરવામાં આવ્યુ હતુ તેમજ કપૂર આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે, શરદપૂર્ણિમાના ચંદ્રની કિરણો દૂધપૌંઆમાં ઉતરે છે અને તેને આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઇ જતા હોય છે.

અંબાજી મંદીરે શરદપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી

ગરબા બંધ રહેતા ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો

ચંદ્રના કિરણો દૂધપૌંઆમાં ઉતરે છે અને તેને આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઇ જતા હોય છે. અંબાજી મંદીરમાં શ્રદ્ધાળુઓને રાત્રી કપૂર આરતીમાં પ્રવેશ અપાયો હતો. અને જ્યાં 300 લીટર જેટલો દૂધપૌંઆનો પ્રસાદ અંબાજી મંદિરમાં બનાવી આરતીમાં ઉપસ્થીત શ્રધ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરાયું હતું. જોકે શરદપુનમે યોજાતા ગરબા બંધ રહેતા ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય કેન્સર સંસ્થાઓ વિશ્રામગૃહનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો : મધ્યપ્રદેશના ભીંડમાં ભારતીય વાયુસેનાનું વિમાન થયું ક્રેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.