ETV Bharat / state

Epidemic: બનાસકાંઠા જિલ્લામાં ઋતુગત રોગચાળાનું પ્રમાણ વધ્યું, આરોગ્યતંત્ર સળવળ્યું - ડીસામાં ઋતુજન્ય રોગચાળો

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન વધી રહેલા ડેન્ગ્યૂના કેસ (seasonal Epidemic )મામલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આજથી ડીસામાં રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ જ દૂષિત પાણી તેમજ સફાઈ મામલે બેદરકારી દાખવનાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ઋતુગત રોગચાળાનું પ્રમાણ વધ્યું, આરોગ્યતંત્ર સળવળ્યું

author img

By

Published : Oct 1, 2021, 8:40 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા ઋતુ દરમિયાન સાર્વત્રિક વરસાદનું આગમન
  • વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો અને ડેન્ગ્યૂના કેસમાં વધારો
  • જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેટલાક દિવસથી ડીસામાં વધુ પડતા વરસાદથી ચારે બાજુ વરસાદી પાણી ભરાયાં હતાં. વરસાદ બાદ રોગચાળામાં વધારો (seasonal Epidemic )જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદી પાણીના કારણે હાલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે સતત રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જિલ્લામાં મોટાભાગના શહેરોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ રહ્યાં છે અને આ વરસાદી પાણીમાંથી મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. હાલમાં તાવ, શરદી, ખાંસી જેવી બીમારીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Dengueના કેસો વધ્યાં

આ વખતે ડેન્ગ્યૂના કેસો 40થી વધુ નોંધાયા છે. કોરોના મહામારી બાદ હવે ડેન્ગ્યુના કેસો વધતા આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધી .છે સૌથી વધુ પાલનપુર અને ડીસામાં ડેન્ગ્યુના કેસો નોંધાતા વધતા જતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

ડીસામાં રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી

આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લામાં સતત રોગચાળાનું પ્રમાણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે ડીસા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ડીસામાં 1 થી 11 વોર્ડમાં નગરપાલિકા, આરોગ્ય વિભાગ તેમજ પોલીસ જવાનોની 11 ટીમો બનાવી તમામ વોર્ડમાં રહેણાક મકાનો, કોમર્શિયલ તેમજ સરકારી કચેરી અને વસાહતો તેમજ જીઆઈડીસીમાં આવેલી ઓઇલ ફેકટરી, શુગર ફેકટરીમાં પણ કોઈ જગ્યાએ સફાઈનો અભાવ હોય તેમ જ પાણી ભરાયાં હોય તો તેના નિકાલ માટે તેમજ પાણીમાં પોરા પડ્યા હોય તો દવા છંટકાવ કરવામાં આવે છે. સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.

બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી
ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા જે લોકોએ બેદરકારી દાખવી હોય તેવા ડીસાના 1થી 11 વોર્ડમાં અલગ અલગ લોકો પાસેથી 20,000 ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ

આ પણ વાંચોઃ ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદથી ચોમાસું પાક નષ્ટ, સરકાર પાસે સહાયની માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.