બનાસકાંઠાઃ દિયોદર ખાતે સંત સદારામ બાપુની 115ની જન્મજયંતિ ઉજવાઈ (Saint Sadaram Bapu Birth Anniversary) હતી. આ ઉજવણી પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ભાજપના આગેવાનો તેમ જ ઠાકોર સમાજના આગેવાનો એકસાથે મળી સંત સદારામની જન્મજયંતિ ઉજવી (CM Bhupendra Patel in Saint Sadaram Bapu Birth Anniversary Celebration) હતી. અહીં સંત સદારામ બાપુના ઉપદેશ અને સામાજિક કાર્યોને સમાજમાં વધુ અમલ કરવા માટેની હાકલ (Encourage people to do social work) કરવામાં આવી હતી.
આ પણ વાંચો- DWARKA FULDOL UTSAV 2022: યાત્રાધામ દ્વારકા ખાતે બે વર્ષ બાદ ઉજવાશે ફુલડોલ ઉત્સવ
ઠાકોર સમાજમાં સંત સદારામ બાપાની આસ્થા જોડાયેલી છે - ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં સંત સદારામ બાપાની ગાઢ આસ્થા જોડાયેલી છે. સમાજના લોકોને નશામુક્ત, વ્યસનમુક્ત કરવા તેમ જ સામાજિક ઉત્થાન માટે તેમણે કરેલાં કાર્યોને કારણે ઠાકોર સમાજ સંત સદારામ બાપાની જન્મજયંતિ (Saint Sadaram Bapu Birth Anniversary) ઉજવે છે. સંત સદારામની 115મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો તેમ જ લોકો દિયોદર ખાતે સંતવાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં યોજાયેલા સંત સદારામ બાપુના જન્મજયંતિ નિમિત્તે સમાજના લોકો સંગઠિત થઈ અને સંત સદારામ બાપુના આપેલા સાચા રસ્તા પર સમાજ ચાલે તેવી ઠાકોર સમાજને અપીલ (Encourage people to do social work) કરી હતી.
આ પણ વાંચો- Holika Dahan 2022: હોલીકાદહનમાં આ મંત્ર બોલવાથી થાય છે અનેક ફાયદા, રાશિ પ્રમાણે કરવું હોળીનું પૂજન
ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા - સંત સદારામ બાપુની 115મી જન્મજયંતિ નિમિત્તે (Saint Sadaram Bapu Birth Anniversary) મોટી સંખ્યામાં દૂરદૂરથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in Saint Sadaram Bapu Birth Anniversary Celebration) તેમ જ ઉત્તર ગુજરાત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સમાજમાં સંત સદારામ બાપાએ કરેલા સત્કાર્યો જાણે તેમ જ તેમના વ્યસનમુક્ત સમાજ અને શિક્ષિત સમાજની સંકલ્પના સાર્થક થાય તે માટે મુખ્યપ્રધાન સહિત આગેવાનોએ સંતવાણીમાં ઉપસ્થિત લોકોને આહ્વાન કર્યું હતું.
ઉપદેશ અને સામાજિક કાર્યોને સમાજમાં વધુ અમલ કરવા અપીલ - ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઠાકોર સમાજ છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષથી ઠાકોર સમાજમાં અનેક કુટેવો જોવા મળતી હતી, પરંતુ જેમ જેમ ઠાકોર સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધતો ગયો તેમ તેમ આજે સમગ્ર રાજ્યભરમાં વસતા ઠાકોર સમાજના અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઠાકોર સમાજના સંત સદારામ બાપુની 115મી જન્મજયંતિ (Saint Sadaram Bapu Birth Anniversary) નિમિત્તે સમગ્ર રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજના આગેવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઠાકોર સમાજના અગ્રણીઓને અપીલ કરી હતી કે, આજે ઠાકોર સમાજ દિવસેને દિવસે સમાજના લોકો પ્રગતિના પંથે વધી રહ્યા છે ત્યારે ઠાકોર સમાજ ઉપદેશ અને સામાજિક કાર્યોને વધુ અમલ કરે તેવી અપીલ કરી હતી.