- ઇડરમાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ
- માર્કેટયાર્ડમાં કામ કરતા બિહારી શખ્સની કરાઈ ધરપકડ
- ફાસ્ટ ટ્રેક કોર્ટમમાં કેસ મૂકી યુવતીને અપાશે ન્યાય
સાબરકાંઠા: સાબરકાંઠાના ઇડરમાં એક સપ્તાહ પહેલા અસ્થિર મગજની યુવતી (Sabarkantha Rape Case) પર કોઈ અજાણ્યા શખ્સ દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે આ મામલે જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી ૫ જેટલી ટીમો બનાવી શખ્સ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબજે લેવાયા હતા. જોકે સર્વેલન્સની ટીમ તેમજ સીસીટીવીના આધારે સાબરકાંઠા જિલ્લા પોલીસે (Sabarkantha District Police) ઇડર માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી મજૂરીકામ કરતા શખ્સને ઝડપી લીધો હતો.
બિહારી શખ્સની અટકાયત કરવામાં આવી
મુળ બિહારનો શખ્સ મોબાઈલ ઉપર અશ્લીલ વિડીયો જોવાની સાથોસાથ વિકૃત વિચારો ધરાવતા હોવાના પગલે કૃત્ય કર્યાનું ખુલ્યું હતું. જોકે પોલીસે આ મામલે FSLની ટીમ સહિત 50 જેટલા સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડતા બિહારી શખ્સની અટકાયત કરવામાં આવી હતી. તેમજ શખ્સએ પણ ગુનો સ્વીકાર્યો હતો, ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે (Sabarkantha District Police) પીડિતાને ન્યાય અપાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં (Fast track court) ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે ટ્રાયલ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
દુષ્કર્મ મામલે હવે સામાજિક આગેવાનોએ પણ જાગવાની જરૂરિયાત
જો કે દિન પ્રતિદિન વધતા જતા દુષ્કર્મ મામલે હવે સામાજિક આગેવાનોએ પણ જાગવાની જરૂરિયાત ઊભી થઈ છે તે નક્કી બાબત છે.
આ પણ વાંચો: Sabarkantha Rape Case: સાબરકાંઠાના ઇડરમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી
આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં ફરી એક વખત સામૂહિક દુષ્કર્મીની ઘટના, દુષ્કર્મ આચર્યા બાદ
આરોપીઓ ફરાર Sabarkantha Idar, Mentally challenged girl raped