ETV Bharat / state

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગનો સપાટો-માત્ર ચાર દિવસમાં જ 32.27 લાખનો દંડ વસુલ કર્યો - Royalty theft

બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટી માત્રામાં ખનીજ ચોરી કરવામાં આવે છે.ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગે માત્ર ચાર દિવસમાં જ ડ્રોન કેમેરા તેમજ વિશેષ પેટ્રોલિંગ ગોઠવી જિલ્લાના જુદા જુદા સ્થળોએથી મોટા પ્રમાણમાં થતી રોયલ્ટી ચોરી ઝડપી પાડી છે.

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ
author img

By

Published : Jan 3, 2021, 9:48 AM IST

  • ડ્રોન કેમેરા ની મદદથી રોયલ્ટી ચોરી પકડી પાડવામાં સફળતા મળી
  • જિલ્લાના ખનીજ માફિયાઓમાં ખળભળાટ
  • રાજસ્થાન થી ખનીજ ચોરી કરી ગુજરાતમાં પ્રવેશેલ વાહનોને પણ ઝડપી દંડ વસૂલાયો
  • માઇલ્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલર એકટ મુજબ ખનીજ ચોરી સંદર્ભે કરાય છે કાર્યવાહી

બનાસકાંઠા : જિલ્લામાં બનાસ નદીના પટમાં રેતીની અનેક લીઝ આપવામાં આવેલ છે.આ ઉપરાંત દાંતા અને અંબાજીમાં મારબલ્સની પણ અનેક લીઝ સરકાર દ્વારા નિયમોનુસાર આપવામાં આવેલ છે.પરંતુ જિલ્લાના ખનીજ માફિયાઓ આવી લીઝનો ઉપયોગ સોનાની ખાણ તરીકે કરી ખૂબ જ મોટાં પ્રમાણમાં રેતી તેમજ મારબલ્સનું ખનન કરી રોયલ્ટી ભર્યા વિના ચોર માર્ગે વાહનો પસાર કરાવતાં હોય છે.ત્યારે આવા તત્વો સામે જિલ્લા ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે.

32 વાહનો 8 સ્થળેથી ઝડપી 32.27 લાખનો દંડ વસૂલાયો

29 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધીમાં વડગામ ,મોરવાડા,ગઢ,દાંતીવાડા તાલુકાના આકોલી,ડીસા તાલુકાના વિરોણા સહિત જુદા જુદા 8 સ્થળોથી ડ્રોન કેમેરા તેમજ વિશેષ પેટ્રોલિંગની મદદથી કુલ 32 વાહનો કબજે કર્યા છે.જેમાં રેતી,સાદી માટી,બ્લેક ટ્રેપ, રાજસ્થાન નું ચાઇના કલે,માર્બલ વગેરે માલસમાનનો કુલ 32.27 લાખ રૂપિયાનો રોયલ્ટી ચોરીનો દંડ વસુલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભારત સરકારના માઇન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલર એકટ-1957 અને ગુજરાત સરકારના ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન એકટ-2017ના કાયદા મુજબ જો રોયલ્ટી ચોરી ઝડપાય તો તેમની પાસે થી દંડની રકમ વસુલ કરાય છે.આ ઉપરાંત જો કોઈ ખનિજ ચોરી કરનાર વ્યક્તિ અધિકારી કર્મચારી પર હુમલો કરે અથવા વાહન છોડી સ્થળ પરથી ફરાર થઈ જાય તેવા કેસમાં પોલીસ ફરિયાદ નોંધવાના પગલાં પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા ભરવામાં આવતાં હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.