ETV Bharat / state

ડીસામાં 12 વર્ષની મૂકબધિર બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો - ડીસા રાષ્ટ્રીય મહિલા આયોગ

ડીસામાં 12 વર્ષની મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

deesa
ડીસામાં 12 વર્ષની મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરાઇ
author img

By

Published : Oct 18, 2020, 6:00 PM IST

  • ડીસામાં દુષ્કર્મ વિથ હત્યાની ઘટના આવી સામે
  • મામાના દીકરાએ જ સમગ્ર ઘટનાને આપ્યો અંજામ
  • પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
  • રાષ્ટ્રીય મહિલા આયોગ સદસ્ય દ્વારા તપાસ કરવાની માંગ કરાઈ

બનાસકાંઠા : જિલ્લાના ડીસામાં 12 વર્ષની મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાં મૂકબધિર બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

ડીસામાં એક મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ કરી તેની નિર્દયતા પૂર્વક હત્યા કરવાની ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમસમી ઉઠ્યો છે. ડીસા શહેરમાં 12 વર્ષીય મૂકબધિર બાળકીનું તેના સગા મામાના દીકરા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકીનું અપહરણ થયા બાદ તેના પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી પરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી. જે તપાસ દરમ્યાન મોડી રાતના સમયે એક અજાણ્યો યુવક આ મૂકબધિર બાળકીને લઈ જતો દેખાયો હતો. ત્યારબાદ ડીસાથી દૂર દાંતીવાડા તાલુકાના ભાખર ગામ નજીક એક બાળકી મૃત હાલતમાં પડી હોવાના સમાચાર મળતા આ બાળકીના પરિવારજનો ભાખર ગામ પહોંચ્યા હતા. જ્યાં અવાવરું જગ્યા પર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકીનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બાળકીનો જ્યાંથી મૃતદેહ મળ્યો હતો, તેનાથી થોડા અંતરે જ તેનું માથું પણ મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. તેમજ અંજામ આપનાર શખ્સ સામે ફિટકાર વરસાવી રહ્યા હતા.

ડીસામાં 12 વર્ષની મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરાઇ

રાષ્ટ્રીય મહિલા આયોગ સદસ્ય દ્વારા તપાસની માંગ કરાઇ

માત્ર 12 વર્ષની ઉંમર ધરાવતી આ માસૂમ બાળકી કે જે બોલી કે સાંભળી પણ નહોતી શકતી. તેની આટલી બર્બરતાપૂર્વક હત્યા થતાં તેના પરિવારના સભ્યો પણ સહેમી ઉઠ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ ડોગ સ્કવોડની મદદથી આ ઘટનાને અંજામ આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની ટીમની મદદથી સંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. આ ગંભીર ઘટનાને પગલે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઇ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને આ ઘટનાની ઊંડી તપાસ કરવા માટે પોલીસને આદેશ આપ્યા હતા.

LCB અને દાંતીવાડા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

જિલ્લામાં ચકચાર મચાવનારી આ ઘટનાથી સ્થાનિક પોલીસ અને બનાસકાંઠા જિલ્લા LCB પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. જેમાં CCTV ફૂટેજ અને અંગત બાતમીના આધારે આ ઘટનાને અંજામ આપનાર શખ્સની ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે. ડીસામાં રહેતો અને તેના સગા મામાનો દીકરો નિતિન માળી નામના યુવકે આ મૂકબધિર બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ કોઈને ખબર ન પડે તે માટે નિતિન માળીએ બાળકીનું ગળું કાપીને હત્યા કરી હોવાનું પોલીસ જણાવી રહી છે.

આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ

વર્તમાન સમયમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મૂકબધિર બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કરીને બર્બરતા પૂર્વક હત્યા કરવાની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માત્ર પોતાની હવસ પૂરી કરવા માટે એક માસૂમ મૂકબધિર બાળકી સાથે આ હરકત કરનાર આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.