બનાસકાંઠાઃ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી નહેરો બનાવી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે પરંતુ ડીસા આસપાસ અને રાજપુર સુધી નાની નહેરો બનાવવામાં આવી હતી પંરતુ છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં કૂવાઓ બની જવાને કારણે નહેરમાંથી પાણી લેવામાં આવતું ન હતું.
જેથી નહેર વિભાગ દ્વારા 30 વર્ષથી આ નહેરોમાં પાણી ન આપતા નહેરો પર ખેડૂતોએ દબાણ કરી દીધા હતા. જે દબાણોને લઈને ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ સંકલન સમિતિ અને બાદમાં ગાંધીનગર આ મુદ્દો ઉઠાવી દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી.
જેથી સરકારે તત્કાળ દબાણો દૂર કરવા સિંચાઈ વિભાગને આદેશ આપ્યા હતા અને બે માસ અગાઉ ખેડૂતોને નોટિસ આપી દબાણો દૂર કરવા તમેજ ડીસા શહેર વિસ્તારમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં ખેડૂતોએ દબાણો દૂર નહીં કરતા સિંચાઈ વિભાગે 30 વર્ષ બાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં સિંચાઈ ભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદે દબાણો જે સી.બી. મશીન દ્વારા દૂર કર્યા હતા.