વિગતો મુજબ, નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો છે ત્યારે અંબાજી ખાતે તારીખ 29 સપ્ટેમ્બરથી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. તેમજ નવરાત્રીના પ્રથમ દિવસે જ મંદિર માં ઘટ સ્થાપના કરી નવરાત્રીનો પ્રારંભ થશે. જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમના 29 સપ્ટેમ્બર રવિવારની સવારે 9.00 કલાકે કરવામાં આવશે. જ્યારે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.20 કલાકે થશે. જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે આ મુજબ છે.
જ્યારે સાંજે દર્શન 7.00થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યારબાદ ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ શરુ થશે. ઘટસ્થાપન આસો સુદ એકમના 29 સપ્ટેમ્બર રવિવારની સવારે 9.00 કલાકે કરવામાં આવશે. દુર્ગાષ્ટમી રોજ સવારની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.15 કલાકે થશે.
- સવારે આરતી 7.30 થી 8.00
- સવારે દર્શન 8.00 થી 11.30
- બપોરે દર્શન 12.30 થી 4.15
- સાંજે આરતી 6.30 થી 7.00