ETV Bharat / state

અંબાજી: પ્રક્ષાલનવિધિ પૂર્ણ, પૂર્વ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને જાણીતી ગાયિકા અનુરાધા પોંડવાલ રહ્યા હાજર

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ્દ થવા છતાં વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ પૂર્ણ કરવામાં આવી છે. પ્રક્ષાલનવિધિમાં પૂર્વ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને જાણીતી ગાયિકા અનુરાધા પોંડવાલ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ પૂર્ણ કરવામાં આવી

author img

By

Published : Sep 26, 2021, 6:13 AM IST

  • અંબાજી મંદિરમાં શરૂ થયેલી પ્રક્ષાલનવિધિ પૂર્ણ
  • ગાયિકા અનુરાધા પોંડવાલ, પૂર્વ ગ્રૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આપી હાજરી
  • જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ્દ થવા છતાં વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિરમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવિધિ પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર, ભાદરવી પૂનમ બાદ ચોથના કરવામાં આવે છે, જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર પરીસરની સાફસફાઈ કરવામાં આવે છ, જે અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. તેઓ છેલ્લા 187 વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલા છે. આ વિધિમાં અંબાજી મંદિર પરિષરને નદીઓના નીરથી ધોવામાં આવે છે અને માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળથી ધોવામાં આવે છે.

અનુરાધા પોંડવાલે નવરાત્રીની એડવાન્સમાં શુભેચ્છાઓ આપી

આજે અંબાજી મંદિરમાં કરવામાં આવેલી પ્રક્ષાલનવિધિમાં પ્રસિધ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલ, પૂર્વ ગ્રૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી આવેલા અનુરાધા પોંડવાલે મા અંબેના ભક્તોને નવરાત્રીની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષ દરમિાન એક જ વખત બહાર લાવવામાં માતાજીના શણગારના દાગીનાની પ્રક્ષાલનમાં સફાઈ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ દાગીનાની સાફસફાઇ વખતે ઘસારાના બદલે 5 ગ્રામ સોનાનું તક્તું માતાજીના હારમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર 'પૂતળીનો હાર'ના નામે માતાજીને પહેરાવવામાં આવે છે.

આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન આરતી રાબેતા મૂજબ શરૂ થશે

માનવામાં આવે છે કે હમણા સુધી માતાજીના હારમાં આજ સુધીના 186 તક્તાનો હાર માતાજી પાસે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ આવતા હોય છે ને આ યાત્રીઓની રસ્તામાં કોઇ પવિત્રતા ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી જાય તો તેને ધ્યાનમાં રાખીને આ મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલનવિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલનમાં એક જ વખત બહાર લાવવામાં આવતા માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈ કરવામાં આવે છે. દાગીનાની સાફસફાઇ વખતે ઘસારાના બદલે 5 ગ્રામ સોનાનું તક્તુ માતાજીના હારમાં અર્પણ કરવામાં આવે છે. જો કે આજે પ્રક્ષાલનવિધિના પગલે મંદિર બંધ રહેતા અંબાજી મંદિર શૉપિંગ સેન્ટરની તમામ દુકાનો પણ બંધ રહી હતી. આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન આરતી રાબેતા મૂજબના સમયાનુસાર થશે.

આ પણ વાંચો: આગામી 24 સપ્ટેમબર અંબાજીનું મંદિર બંધ રહેશે

આ પણ વાંચો: અંબાજી મંદિરને આ વર્ષે ભાદરવી પૂનમે 50 ટકા દાનભેટ ઓછાં મળ્યાં, ચાંદીના આભૂષણો ખોટાં નીકળ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.