- દાંતીવાડા તાલુકાના ડેરી ગામે બની ઘટના
- PPR નામનાં વાઇરસની ભીતિ
- જિલ્લા પશુપાલન વિભાગે તપાસ હાથ ધરી
બનાસકાંઠાઃ દાંતીવાડા તાલુકાના ડેરી ગામે ગત 5 દિવસમાં 35 ઘેટા કોઈ ભેદી રોગચાળાની ચપેટમાં આવતાં મોતને ભેટ્યાં છે. જેથી માલધારીએ ઘટનાની જાણ પશુપાલન વિભાગને કરતાં પશુ પાલન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

5 ઘેટા બીમાર
આ અંગે દાંતીવાડાના વેટરનરી તબીબે જણાવ્યું હતું કે, આ પરિવારના 35 ઘેટાઓના મોતની સાથે હજુ 5 ઘેટાઓ બીમાર છે. આ તમામ ઘેટાઓ પેસ્ટીડિસ પેટીટ્સ રુમીનેટ્સ (PPR)વાઇરસના રોગચાળાના લીધે મોતને ભેટ્યા છે. જેથી બાકી બચેલા તમામ ઘેટાઓને રક્ષિત કરવા માટે જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

બર્ડ ફ્લૂના કોઈ જ લક્ષણ જોવા મળ્યા નથીઃ પશુપાલન વિભાગ
PPR વાઇરસ થુવર જેવી કાંટાળી વનસ્પતિના આરોગવાથી ઘેટાં-બકરાઓમાં જોવા મળે છે. જેમાં મોઢામાં ચાંદા પડે છે તેમજ ગળાના ભાગે સુજન આવી જાય છે. આ વાઇરસની સમયસર સારવારના નહીં મળવાથી પશુનું મોત પણ નિપજતું હોય છે.