ETV Bharat / state

ભીલડીમાં બીએમ મહેશ્વરી કોલેજમાં ફી મુદ્દે તાળાબંધી કરવા ગયેલા NSUIના કાર્યકરોની પોલીસે કરી અટકાયત - BM Maheshwari College

બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં મંગળવારે બી એમ મહેશ્વરી કોલેજમાં ફી મુદ્દે તાળાબંધી કરવા જાય તે પહેલા જ NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Police detain NSUI activists
ભીલડીમાં બી એમ મહેશ્વરી કોલેજમાં ફી મુદ્દે તાળાબંધી કરવા ગયેલા NSUIના કાર્યકરોની પોલીસે કરી અટકાયત
author img

By

Published : Jul 14, 2020, 10:13 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના ભીલડીમાં મંગળવારે બી એમ મહેશ્વરી કોલેજમાં ફી મુદ્દે તાળાબંધી કરવા જાય તે પહેલા જ NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Police detain NSUI activists
ભીલડીમાં બી એમ મહેશ્વરી કોલેજમાં ફી મુદ્દે તાળાબંધી કરવા ગયેલા NSUIના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

કોરોના વાઇરસના લીધે લગાવેલા લોકડાઉનને કારણે તમામ ધંધા-રોજગાર પર સીધી તેની અસર થઈ છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતોની હાલત વધુ કફોડી બની હતી. ત્યારે ભીલડી કોલેજમાં ફી ઉઘરાણી મામલે મંગળવારે NSUIના કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. NSUIના કાર્યકરો કોલેજને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરે તે પૂર્વે જ તમામ NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કાર્યકરોની અટકાયત થતા કોલેજને તાળાબંધી અટકી ગઈ હતી.

NSUIના મહામંત્રીએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોની સ્થિતિ સમજીને વિદ્યાર્થીઓની ફી માફ કરવી જોઈએ, પરંતુ સરકાર માત્ર વેપારીઓનું જ વિચારી રહી છે. તેમજ તેમણે ખેડૂતો અંગે સરકારને કોઈ જ લાગણી ન હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.