બનાસકાંઠા : દિવસે દિવસે વધતા જતા કોરોના વાઇરસ સામે રક્ષણ મળી રહે અને અન્ય દેશોની જેમ ભારત દેશની હાલત ખરાબ ન થાય તે માટે દેશના વડાપ્રધાને દેશને લોકડાઉન કર્યો છે, ત્યારે તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. લોકડાઉનના કારણે સવારથી પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ કોરોના સામેની લડતમાં સહભાગી બની અને ઘરની બહાર ન નીકળે, લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળે તેમજ પોતાનો પરિવાર સલામત રહે તે માટે દરેક વ્યક્તિ સાથે ડીસ્ટન્સ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
![baanad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6542185_hhh.jpg)
ડીસામાં પણ સવારથી લોકો કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે ડીસાને લોકડાઉન કરી નાખ્યું હતું. તેમજ ઘરની બહાર કોઈ વ્યક્તિ કામ સિવાય બહાર ન નીકળે તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તેમ છતાં પણ અમુક લોકોને કોરોના વાઇરસ શું છે, તેની જાણ ન હોવાથી પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓ હવે મેદાનમાં આવી રહી છે. તેમજ લોકો કોરોના સામે રક્ષણ મેળવે તે માટે ગાડીઓ મારફતે સલાહ સૂચન આપવામાં આવી રહ્યા છે.
જેમાં ખાસ કરીને પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં ફરી અને લોકો ઘરની બહાર ન નીકળે તે માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.