ETV Bharat / state

PM Modi Gujarat Visit: PM મોદીએ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી બનાસકાંઠાની મહિલાઓ સાથે કર્યો સંવાદ - બનાસ ડેરી પાલનપુર

PM મોદીએ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલી અને તેમાંથી કમાણી કરતી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. બનાસ ડેરીના આધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આવેલા (PM Modi Gujarat Visit) PM મોદીએ મહિલા સાથે સંવાદ દરમિયાન ખેતી પશુપાલન બટાકાની ખેતી અને તેમાં પડતી મુશ્કેલીઓ વિશે વાતચીત કરી હતી.

PM મોદીએ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી બનાસકાંઠાની મહિલાઓ સાથે કર્યો સંવાદ

author img

By

Published : Apr 19, 2022, 8:43 PM IST

બનાસકાંઠા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા (PM Modi Gujarat Visit) જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસ ડેરી (sanadar banas dairy)ના નવા આધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા. PM મોદીએ બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે (Animal Husbandry In Banaskantha) સારી આવક મેળવતી મહિલાઓ (Women In Animal Husbandry) સાથે સંવાદ કર્યો હતો. અહીં બનાસડેરીના નવા અત્યાધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા દેશના વડાપ્રધાને મહિલાઓનું પણ સન્માન કર્યુ હતું.

પશુપાલન થકી લાખો-કરોડોની આવક મેળવતી મહિલાઓ સાથે PM મોદીનો સંવાદ

મહિલાઓએ પશુપાલન અને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી- બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ મોટાભાગે પશુપાલન અને ખેતી ક્ષેત્ર (Women In Agriculture In Banaskantha) સાથે જોડાયેલી છે. દર વર્ષે પશુપાલન કરતી મહિલાઓ લાખોની આવક (Income From Animal Husbandry) દૂધમાંથી મેળવી રહી છે. PM મોદીએ પશુપાલન દ્વારા લાખોની કમાણી કરી રહેલી આ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. હાજર તમામ મહિલાઓએ દર વર્ષે પશુપાલન ક્ષેત્રે દૂધમાંથી મેળવતી આવકને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (interaction with pm modi) સાથે ચર્ચા-વિચારણા કરી હતી. પશુપાલન સાથે જોડાયેલી આ મહિલાઓએ તેમને પડતી તકલીફો વિશે પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: PM Modi gujarat Visit: વડાપ્રધાને બનાસકાંઠાના ખેડૂતોને પાણીની સમસ્યા ઉકેલવા શું કહ્યું જાણો

વડાપ્રધાને સંવાદમાં શું કહ્યું- PM મોદીએ સંવાદમાં જણાવ્યું હતું કે, પહેલાના જમાનામાં દીકરીઓને સોનાના ઘરેણાં વધુ કિંમતી હતા અને દરેક દીકરીના પતિના નામે જ તમામ મિલકતો હતી. હવે તમામ મિલકતોમાં દીકરીઓને તમામ સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવે છે, જેથી દીકરીઓને ફાયદો થઈ શકે.

આ પણ વાંચો: PM Modi Gujarat visit: બનાસકાંઠામાં વડાપ્રધાને કોને કોને નમન કર્યા ? ગલબાકાકાને યાદ કર્યાં

બટાકાની ખેતી અને આવક પર વાતચીત કરી- PM નરેન્દ્ર મોદીએ બટાટાની ખેતી (Potato cultivation In Banaskantha) વિશે પણ મહિલાઓ પાસેથી માહિતી મેળવી હતી. મહિલાઓએ બટાકામાંથી થતી આવક વિશે ચર્ચા-વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ગલબાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરી (banas dairy palanpur)ની સ્થાપના કરવામાં આવી હતી. બનાસ ડેરીની સ્થાપના થતાની સાથે જ જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વધતો ગયો. આજે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે ખેડૂતો લાખો-કરોડોની કમાણી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.