આકરા તાપ વચ્ચે અંબાજી મંદિરમાં યાત્રીકોનાં પ્રમાણમાં નહીવત ઘટાડો જોવા મળતાં અંબાજીના બજારોને માર્ગો એકલ દોકલ સિવાય સુમસામ જોવા મળતાં હતા. એટલુજ નહી લોકો ગરમીમાં રાહત મેળવવા શેરડીના રસ સેન્ટરને જ્યુસ સેન્ટરનો સહારો લેતા નજરે પડ્યા હતા.
ક્યાંક બરફના ગોલાની લારી ઉપર બરફ ખાઈ ગરમીથી રાહત લેતા નજરે પડ્યા હતા. જ્યારે બરોડા થી અંબાજી દર્શને આવેલા યાત્રીકોનું કહેવુ છે કે અંબાજીમાં બરોડા કરતા પણ ગરમ વધુ છે ને ગરમીથી થોડો રાહત મેળવવા બરફના ગોલાનો સહારો લીધો છે.