ડીસાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી બાદ બનાસકાંઠામાં સતત ચોવીસ કલાકથી મેઘમહેર થવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી 13 તાલુકામાં હાલ મેઘમહેર થતા ખેડૂતો સહિત જિલ્લાભરમાં ખુશી છે, તો ક્યાંક વધુ વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાતા લોકોમાં હાલાકી પણ જોવા મળી રહી છે.
![બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-varsadi-pani-gj10014_10082020172639_1008f_1597060599_129.jpg)
જોકે ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પણ નવા નીર આવ્યા છે તો ડીસા, પાલનપુરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને પ્રથમ વરસાદમાં જ પાલિકાની પોલ ખુલી ગઈ છે.
![બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-varsadi-pani-gj10014_10082020172639_1008f_1597060599_463.jpg)
હાલ થયેલ વરસાદના કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે, તો કેટલાક ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોવાથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેઓ પણ આ વરસાદના કારણે વાવેતર કરી શકશે. આમ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં જિલ્લામાં ખુશીનો માહોલ છે.
![બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-varsadi-pani-gj10014_10082020172639_1008f_1597060599_203.jpg)
તો બીજી તરફ છેલ્લા 24 કલાકથી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો આ તરફ ડીસાની પિંક સોસાયટી આગળ રસ્તા પર જ વરસાદી પાણી ભરાતા અહીથી પસાર થતા વાહનચાલકો અને સોસાયટીઓના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
![બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-varsadi-pani-gj10014_10082020172639_1008f_1597060599_647.jpg)
આ વિસ્તારમાં 200થી પણ વધુ લોકો વસવાટ કરે છે અને મોટાભાગના આ રોડ પરથી આજુબાજુના ખેતરોમાંથી ખેડૂતો પોતાની શાકભાજી અને દૂધ ભરાવવા માટે બજારમાં આવતા હોય છે. પરંતુ આ વરસાદી પાણી ભરાતા અહીંથી પસાર થવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા દ્વારા આ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તો અહીંથી અવર-જવર કરતા ખેડૂતો અને આજુબાજુના સોસાયટીવાળા લોકોને મહદ અંશે રાહત થઇ શકે તેમ છે.