ETV Bharat / state

ડીસામાં UGVCLની ગંભીર બેદરકારી, જોખમી ડીપી હટાવવા લોકોએ કરી માગ - BNS

બનાસકાંઠાઃ ડીસા શહેરમાં શાળાઓ, કોલેજો, બાલમંદિર અને રમતોના મેદાનો આગળ યમરાજ બનીને ઊભેલી વીજ ડીપીઓ હટાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન બને તેની રાહ જોઈને બેઠું હોય તેમ ટસનું મસ નથી થતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 4, 2019, 8:13 PM IST

ડીસા શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરની પ્રાથમિક શાળાઓ, કોલેજો, બાલમંદિર અને રમતના મેદાનોની આગળ જ વીજ ડીપીઓ જોખમી હાલતમાં ઊભી છે અને ગમે ત્યારે કોઈનો ભોગ લે તેવી દહેશત જોવા મળી રહી છે. જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરવા જાય છે તેવી આંગણવાડીઓ નજીક પણ જોખમી હાલતમાં વીજ ડીપીઓ જોવા મળી રહી છે. આ સ્થળો પર જો આ વીજ ડીપીથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો બાળકોના જીવ સામે ખતરો ઊભો થઈ શકે છે. ત્યારે લોકો પણ આવી જોખમી ડીપીઓને દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે.

જોખમી ડીપી હટાવવા લોકોએ કરી માંગ

પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો શહેરમાં વિરેન પાર્ક નજીક આવેલી પ્રાથમિક શાળા સામે પણ એક ડીપી ભયજનક હાલતમાં ઊભેલી છે અને આ ડીપીની આજુ-બાજુથી દરરોજના હજ્જારો બાળકો પસાર થાય છે. તેમ છતાં તંત્ર આ બાબતે જરા પણ ગંભીરતા દર્શાવતુ નથી.

ઉત્તર ગુજરાત વીજ કંપની આ ડીપી હટાવવા માટે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે કે શું ? ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા ઉત્તર ગુજરાત વીજ કંપની ગંભીરતા દર્શાવે અને આ ડીપીઓને સુરક્ષિત સ્થળે ખસેડે તો બાળકોના જીવ પર તોળાઈ રહેલા આ ખતરાને નિવારી શકાય તેમ છે.

Intro:લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 03 07 2019

સ્લગ : જોખમી ડીપી

એન્કર : ડીસા શહેરમાં શાળાઓ, કોલેજો, બાલમંદિર અને રમતોના મેદાનો આગળ યમરાજ બનીને ઊભેલી વીજ ડીપીઓ હટાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે.. જ્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું હોય તેમ ટસનું મસ નથી થતું...
Body:વી.ઑ. : ડીસા શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે.. ઉત્તર ગુજરાત વીજ કંપનીની આ બેદરકારી ગમે ત્યારે કોઈ માસૂમ બાળકોનો ભોગ લે તો નવાઈ નહીં... ડીસા શહેરમાં પ્રાથમિક શાળાઓ, કોલેજો, બાલમંદિર અને રમતના મેદાનોની આગળ જ વીજ ડીપીઑ જોખમી હાલતમાં ઊભી છે અને ગમે ત્યારે કોઈનો ભોગ લે તેવી દહેશત જોવા મળી રહી છે.. જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરવા જાય છે તેવી આંગણવાડીઑ નજીક પણ જોખમી હાલતમાં વીજ ડીપીઑ જોવા મળી રહી છે તો જ્યાં રમતના મેદાનો આવેલા છે ત્યાં પણ.. આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ માટે જાય છે અને તેવા સ્થળો પર જો આ વીજ ડીપીથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો બાળકોના જીવ સામે ખતરો ઊભો થઈ શકે છે.. ત્યારે લોકો પણ આવી જોખમી ડીપીઓને દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે.

બાઇટ :-રવિ યાજ્ઞિક – સ્થાનિક

વી.ઑ. : પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો શહેરમાં વિરેન પાર્ક નજીક આવેલી પ્રાથમિક શાળા સામે પણ એક ડીપી ભયજનક હાલતમાં ઊભેલી છે.. અને આ ડીપીની આજુબાજુથી દરરોજના હજ્જારો બાળકો પસાર થાય છે. તેમ છતાં તંત્ર આ બાબતે જરા પણ ગંભીરતા દર્શાવતુ નથી..

બાઇટ :-અવંતિક શાહ – સ્થાનિક

Conclusion:વી.ઑ. : ઉત્તર ગુજરાત વીજ કંપની આ ડીપી હટાવવા માટે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે કે શું...? ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા ઉત્તર ગુજરાત વીજ કંપની ગંભીરતા દર્શાવે અને આ ડીપીઓને સુરક્ષિત સ્થળે ખસેડે તો બાળકોના જીવ પર તોળાઈ રહેલા આ ખતરાને નિવારી શકાય તેમ છે...

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.