ETV Bharat / state

દાંતીવાડા તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી - બસ સ્ટેશનની મુશ્કેલી

બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકામાંથી 1997માં દાંતીવાડા તાલુકાનું વિભાજન થયું હતું અને દાંતીવાડા તાલુકાનો દરજ્જો મળ્યો હતો. જોકે તાલુકાનો દરજ્જો મળ્યા બાદ પણ છેલ્લા 15 વર્ષથી દાંતીવાડા તાલુકામાં આધુનિક બસ સ્ટેન્ડની માંગ હજુ માંગ જ રહી ગઈ છે. જે હજુ સુધી પૂર્ણ થઇ નથી. જેને લઇ તાલુકાના પ્રવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા હાલાકીનો સામનો કરી રહ્યા છે.

નવું બસ સ્ટેન્ડ બનાવવા સ્થાનિક લોકોની માંગ

author img

By

Published : Apr 5, 2021, 4:24 PM IST

Updated : Apr 6, 2021, 2:47 PM IST

  • દાંતીવાડા તાલુકો 56 ગામ ધરાવે છે
  • નવું બસ સ્ટેન્ડ બનાવવા સ્થાનિક લોકોની માંગ
  • એક લાખથી પણ વધુ વસ્તી ધરાવતો તાલુકો હોવા છતાં અનેક કામ અધૂરા

બનાસકાંઠા: છેલ્લા 15 વર્ષથી દાંતીવાડા તાલુકો બસ સ્ટેન્ડની માંગણી કરી રહ્યો છે. 56 ગામોનો આ તાલુકામાં સમાવેશ થાય છે, છતાં 15 વર્ષ બાદ પણ દાંતીવાડા તાલુકાને બસ સ્ટેન્ડ મળ્યું નથી. દાંતીવાડા તાલુકામાંથી આંતર રાજ્ય રાજસ્થાન તેમજ જિલ્લાના મુખ્ય મથક પાલનપુરને જોડતો માર્ગ પસાર થાય છે છતાં હજુ સુધી દાંતીવાડા તાલુકાને બસ સ્ટેન્ડ ન મળતા પ્રવાસીઓને સુવિધા મળવાને બદલે અસુવિધા સર્જાઈ રહી છે. દાંતીવાડાના રહીશોની માંગ છે કે સત્વરે દાંતીવાડા તાલુકામાં બસ સ્ટેન્ડ મળે.

દાંતીવાડા તાલુકો 56 ગામ ધરાવે છે

આ અંગે દાંતીવાડા ગામના સ્થાનિક જયંતિભાઈએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દાંતીવાડા તાલુકાની આજુબાજુ 56 ગામ આવેલા છે અને આ ગામમાંથી રોજના મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, પરંતુ દાંતીવાડા તાલુકામાં બસ સ્ટેન્ડની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીમાં બસ સ્ટેન્ડની હાલત જર્જરિત

દાંતીવાડા તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાથી સ્થાનિકો પરેશાન

શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય પ્રવાસીની આવન-જાવન તો હોય જ છે, પરંતુ બસ સ્ટેન્ડ ન હોવાને કારણે ધોમધખતા ઉનાળામાં પણ પ્રવાસીને તડકામાં બસની રાહ જોવી પડે છે તો કેટલીક વાર સ્થાનિકો ગામમાં બસની રાહ જોઈને બેઠા હોય અને બસ સીધી હાઇવેથી નીકળી જતાં સ્થાનિકો બસમાં પ્રવાસ પણ નથી કરી શકતા અને બસ કરતાં વધુ ભાડુ ખર્ચી ખાનગી વાહનોમાં પ્રવાસ કરવા મજબૂર બને છે.

આ અંગે દાંતીવાડા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી દાંતીવાડા ગામમાં કોઈ બસ સ્ટોપ નથી. જેના કારણે અભ્યાસ અર્થે જવા-આવવા માટે મોટી તકલીફ પડે છે. તાત્કાલિક ધોરણે દાંતીવાડા ગામમાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો: ખેડાના ડાકોર બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો હોબાળો

નવુ બસ સ્ટેન્ડ બનાવવા સ્થાનિક લોકોની માંગ

એક લાખ પંદર હજારની વસ્તી ધરાવતો દાંતીવાડા તાલુકો બસ સ્ટેન્ડ માટે ઝંખી રહ્યો છે. આગેવાનોએ વારંવાર રજૂઆત કરી છે. દાંતીવાડા ગ્રામ પંચાયતે પણ દરખાસ્ત કરી અને જમીન ફાળવેલી છે. છેલ્લા 15 વર્ષથી બસ સ્ટેન્ડની માંગ છે, પરંતુ હજી સુધી એ પૂર્ણ થઇ નથી. ગતિશીલ ગુજરાત અંતર્ગત દરેક તાલુકા મથકોએ તમામ પ્રકારની પાયાની સગવડો હોય છે, સુવિધા હોય છે, પરંતુ બસ સ્ટેન્ડ તાલુકાના લોકોની પાયાની જરૂરિયાત છે અને તે પ્રશ્નને હલ કરવો જોઈએ એવી દાંતીવાડા તાલુકાના રહીશોની માંગણી છે.

તાત્કાલિક ધોરણે નવું બસ સ્ટેન્ડ બનાવવા સ્થાનિકોની માંગ

દાંતીવાડા તાલુકો એ 56 ગામ ધરાવતો તાલુકો છે અને આ તાલુકામાં કુલ એક લાખ પંદર હજાર વસ્તી છે. તેમ છતાં પણ આ ગામમાં અનેક વિકાસના કામો અધૂરાં છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દર વર્ષે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ દાંતીવાડા તાલુકામાં ક્યાંકને ક્યાંક આજે પણ અનેક વિકાસના કામો અધૂરાં રહી ગયા છે. જેના કારણે આજે પણ દાંતીવાડા તાલુકાના અને ગામના સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આમ તો દરેક શહેર અને ગ્રામીણ વિસ્તારમાં બસ સ્ટેન્ડ હોય છે, પરંતુ દાંતીવાડા તાલુકામાં છેલ્લા 15 વર્ષથી બસ સ્ટેન્ડ ન હોવાના કારણે આજુબાજુના ગામોમાં અવરજવર કરવા માટે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે તાત્કાલિક ધોરણે દાંતીવાડા તાલુકામાં સરકાર દ્વારા વિકાસના કામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.

Last Updated : Apr 6, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.