બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લો એ ખેતી પ્રધાન જિલ્લો છે. દર વર્ષે ખેડૂતો બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ પાકોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવે છે, ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યુ હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં પોતાના પાકને નવું જીવનદાન મળતા ખુશી જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા શહેરમાં થાય છે.
ખેડૂતો દ્વારા જૂન મહિનાની શરૂઆત થતા જ મગફળીનું વાવેતર કરવાનું શરૂ કરવામાં આવે છે. ખેડૂતો બજારમાંથી મોંઘાદાટ બિયારણો લાવી અને પોતાના ખેતરમાં દર વર્ષે સારા ઉત્પાદનની આશાએ મગફળીનું વાવેતર કરે છે. મગફળીના વાવેતરમાં ખેડૂતો 10 દિવસ સુધી મગફળીને ખેતરમાં સુકાવવા માટે રાખવામાં આવે છે. જે બાદ ટ્રેક્ટર દ્વારા મગફળીને ખેતરમાં વાવણી કરવામાં આવે છે. ખેતરમાં મગફળીની વાવણી બાદ ખેડૂતો 100 દિવસ સુધી મગફળીમાં સારું ઉત્પાદન મળી રહે તે માટે મહેનત કરે છે.
આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થયું હતું. છેલ્લા બે વર્ષથી ખેડૂતોએ મગફળીમાં નુકસાન સહન કર્યા બાદ આ વર્ષે સારું ઉત્પાદન મળે તે માટે 85 ટકા જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે જ્યારે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નહિવત હોવાના કારણે ખેડૂતોને પોતાના પાકને લઈ ચિંતામાં મૂકાયા હતા, પરંતુ બીજા રાઉન્ડમાં સારા વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભેલી મગફળીના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવે છે. શરૂઆતમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકને લઈને ચિંતા જોવા મળી રહી હતી, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બનાસકાંઠા જિલ્લામાં કરી હતી અને 14 તાલુકામાં સારો એવો વરસાદ થયો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મગફળીના પાકમાં નવું જીવતદાન મળતાં ખુશી જોવા મળી હતી, પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમુક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ ખેડૂતોએ એ પ્રમાણે મગફળીના વાવેતરમાં ખર્ચો કર્યો હતો તે પણ મળી શકે તેમ નથી જેના કારણે મગફળીના પાકને લઇ ખેડૂતો હાલ દુખી જોવા મળી રહ્યા છે.
ડીસા તાલુકામાં એવા અનેક ખેડૂતો છે કે, જેમને માંડ માંડ ખર્ચો કરીને પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. રાતદિવસ સતત મજૂરી કરીને મગફળીના ઉત્પાદનમાં સારી આવક મળશે, તેવી આશા બંધાઈ હતી, પરંતુ વધુ પડતા વરસાદના કારણે હાલ આવા ખેડૂતોએ માથે હાથ મૂકી રડવાનો વારો આવે છે .ત્યારે હાલ તો આ ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે મગફળીના પાકમાં થયેલ નુકસાન સહાય ચૂકવવામાં આવે.