લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના ઉમેદવાર પરબતભાઈ પટેલનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે મુખ્યપ્રધાનવિજય રૂપાણીસહીત ભાજપના નેતાઓ બનાસકાંઠામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે જ વિજયરૂપાણીએ પાલનપુર-ડીસા હાઈવે પર રોડ શો યોજીનેવિશાળ જાહેરસભાને સંબોધન કર્યું હતું.
લોકસભા ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાનાઅંતિમ દિવસેબનાસકાંઠા બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએઅંતિમ દિવસોઉમેદવારીપત્રો ભરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલેપાલનપુર કલેક્ટર કચેરીએ ફોર્મ ભરતા પહેલાડીસા હાઇવે પર જાહેર સભા અને રોડ શોનું આયોજન કર્યું હતું.
આ જાહર સભામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધી હતી. મુખ્યપ્રધાનેકોંગ્રેસની આખરી ઝાટકણી કાઢીને આતંકવાદીઓને બચાવનારી પાર્ટી ગણાવી હતી. તેમણે બનાસકાંઠાવાસીઓને પરબતભાઈ પટેલને કે કોઇપણ નાતજાતના ઉમેદવારને જોયા વિનામાત્ર દેશ હિત માટે વડાપ્રધાન મોદીને ધ્યાનમાં લઇ મત આપીને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી.