બનાસકાંઠા: જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયોની સહાય બાબતે થોડા સમય પહેલા જ આંદોલન પૂર્ણ થયું છે. જેમાં સરકાર દ્વારા ગાયો દીઠ સહાય જાહેર કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં ગાયો છોડો આંદોલન પૂર્ણ થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત તમામ ગૌશાળાના સંચાલકોને આત્મનિર્ભર બનવાની જાહેરાત કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં વિવાદ સર્જાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં આ યોજના થઈ શકે તેમ નથી. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી નાની મોટી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જ્યાં લાખો પશુઓ નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે સરકારે જે પ્રમાણે ગૌશાળાના સંચાલકોએ આત્મનિર્ભર બનાવની જાહેરાત કરી છે, તે બનાસકાંઠા જિલ્લામાં શક્ય નથી.
રાજ્યની રજીસ્ટર પાંજરાપોળ પોતાની માલિકીની જમીનને ખેતી લાયક બનાવી પાણી, ખાતર , બિયારણ ઉપલબ્ઘી દ્વારા પોતાની રીતે જ પાંજરાપોળમાં રહેલા પશુધનને ઘાસચારો પૂરો પાડી શકે તે માટે સરકારે આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠાના ગૌશાળા સંચાલકોની માગણી નહીં સંતોષાતાં કલેકટર કચેરીએ ધરણાં યોજ્યાં
જેના માટે સરકારે એક થી 10 હેકટર સુધી જમીન ધરાવતી રજીસ્ટર પાંજરાપોળ ને ટ્યુબવેલ, ઈલેક્ટ્રીક પેનલ, રાફકટર , ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોલ્ડર બેલર ,લોન સહાય તેમજ પાણીની વ્યવસ્થા માટે પણ એક થી 10 લાખ સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી બનાસકાંઠા જિલ્લાના પાંજરાપોળ સંચાલકો નારાજ છે. સરકારની આ યોજનાને છલાવો ગણાવી સરકાર કાયમી સહાય આપે તેવી માંગણી કરી છે.
આ પણ વાંચો : અરવલ્લીમાં ત્રિપલ ‘P’ના મંત્રથી બહેનો બની આત્મનિર્ભર, જુઓ વિશેષ અહેવાલ...
આ યોજના અંતર્ગત ગૌશાળામાં ગાયો રાખવા માટે જગ્યા, ઘાસ રાખવા માટેની જગ્યા, સાધનો રાખવા માટેની જગ્યા, અહીં કામ કરતા માણસોને રહેવા માટેની જગ્યા છોડવામાં આવે તો પછી આત્મનિર્ભર કઈ રીતે બની શકાય. ત્યારે ખરેખર સરકારે આવી જાહેરાતો બંધ કરવી જોઈએ માત્ર ગાયોના નામે વોટ ન લેવા જોઈએ, પરંતુ સાચી હકીકત ત્યારે ખબર પડશે જ્યારે ગૌશાળામાં આવી સ્થિતિ જોવામાં આવે.