જિલ્લાના વડામથક પાલનપુરમાં ડેરી રોડ પર આવેલા SBIના ATMને ગેસ કટરથી કાપી તેમાંથી 19.61 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. આ ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે ફરજ પરના PSI બી.સી.છાત્રાલીયાએ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીને ન કરી બેદરકારી દાખવી હતી એટલે જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલે PSIને સસ્પેન્ડ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ફરજ પર બેદરકારી રાખવા બદલ બીજા અધિકારીઓ પણ સસ્પેન્ડ કરાયા છે. અગાઉ અંબાજી રોડ પર ગોઝારા અકસ્માત મામલે જિલ્લા RTO અધિકારી ડી.એસ. પટેલને પણ સસ્પેન્ડ કરાયા હતા.