બનાસકાંઠાઃ ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. તેમ છતાં અવારનવાર કોઈક ને કોઈક વિસ્તારમાંથી દારૂનો જથ્થો મળી આવવાની ઘટના સામે આવે છે. ત્યારે હવે બનાસકાંઠાના પાલનપુરમાંથી એક ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. નવાઈની વાત એ છે કે, આ ગાડી ગાંધીનગરની સરકારી ગાડી હતી. પોલીસ તપાસમાં આ ગાડી પર ગવર્મેન્ટ ઑફ ગુજરાત લખેલું હતું. આ કારમાં આબુરોડથી 10 પેટી દારૂ ભરી 2 લોકો પાલનપુર તરફ જઈ રહ્યા હતા. તે સમયે પોલીસે ગાડીના ડ્રાઈવર હિતેશ મહેરીયા અને જગદીશ પરમારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Navsari Crime: સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, સમુદ્રમાર્ગે થતી હતી દારૂની હેરાફેરી
જિલ્લામાં વિદેશી દારૂનું મોટું નેટવર્કઃ બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની બોર્ડરોને અડીને આવેલો જિલ્લો છે, જેના કારણે રોજેરોજ પોલીસને ચકમો આપી મોટા પ્રમાણમાં બૂટલેગરો દ્વારા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી અન્ય રાજ્યોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ખાસ કરીને પોલીસ બૂટલેગરોને દારૂ સાથે ન ઝડપી શકે તે માટે રોજેરોજ બૂટલેગરો દ્વારા અવનવા કીમિયાઓ અપનાવી મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લાની બોર્ડર ઉપરથી પોલીસ દ્વારા અનેક જગ્યાઓ પરથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે બૂટલેગરોના અવારનવાર કીમિયા અપનાવી જે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. તેને નાકામ કરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે.
પાલનપુર પાસેથી સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયોઃ રાજસ્થાન સાથે અડીને આવેલી અમીરગઢ બોર્ડર અસંખ્ય પ્રમાણમાં બૂટલેગરો દ્વારા આવા કીમિયા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આબૂ રોડથી ગાંધીનગરની ગવર્મેન્ટ ઑફ ગુજરાત લખેલી ગાડીમાં 2 શખ્સો 10 પેટી વિદેશી દારૂ ભરીને નીકળ્યા હતા, જ્યાં અમીરગઢ બોર્ડર પર પોલીસ બંદોબસ્તમાં હતી, પરંતુ ગાડી પર ગવર્મેન્ટ ઑફ ગુજરાત લખેલું હોવાના કારણે પોલીસે તેની તપાસ કરી નહતી. બાદમાં પાલનપુર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીનગરની ગાડી ગવર્મેન્ટ ઑફ ગુજરાત લખેલી ગાડીમાં દારૂ છે. ત્યારે પાલનપુર પોલીસે તેને રોકાવી ગાડીની તપાસ કરી હતી. તે દરમિયાન ગાડીમાંથી 10 પેટી વિદેશી દારૂ ઝડપાયો હતો.
તાલુકા પોલીસે 2 આરોપીની અટકાયત કરીઃ પાલનપુર તાલુકા પોલીસે બાતમીના આધારે, ગાંધીનગરની ગવર્મેન્ટ ઑફ ગુજરાત લખેલી ગાડીમાંથી 10 પેટી દારૂ સાથે ગાડીના ડ્રાઈવર હિતેશ મહેરીયા અને તેની સાથે આવેલા જગદીશ પરમારની અટકાયત કરી હતી, જેમાં પોલીસની પૂછપરછ દરમિયાન આ બંને વ્યક્તિઓ આબૂરોડથી 10 પેટી વિદેશી દારૂ ભરીને નીકળ્યા હતા. તેમ જ ગવર્મેન્ટ ઑફ ગુજરાત લખેલું હોવાના કારણે પોલીસ દ્વારા પણ તેમની ગાડીનું ચેકિંગ કરવામાં આવ્યું નહતું તેવું પોલીસ તપાસમાં હાલ બહાર આવ્યું છે. જ્યારે પોલીસે હાલ તો આ બંને આરોપીઓની અટકાયત કરી કેટલા સમયથી ગાંધીનગરની ગવર્મેન્ટ ઑફ ગુજરાતની ગાડીનો ઉપયોગ કરી આ બંને શખ્સો દારૂની હેરાફેરી કરતા હતા તે દિશામાં પાલનપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Valsad Crime: વલસાડમાં દારુની તસ્કરી માટે થઇને લાખોની ઔડી કાર પણ ગુમાવી
પોલીસને મળી હતી બાતમીઃ આ અંગે પાલનપુર તાલુકા પોલીસના PI એ. વી. દેસાઈએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આબુરોડથી 2 શખ્સો ગાંધીનગરની સરકારી ગાડીમાં ગવર્મેન્ટ ઑફ ગુજરાત લખેલી ગાડીમાં વિદેશી દારૂ લઈને આવી રહ્યા છે. ત્યારે તાલુકા પોલીસે પૂછપરછ કરતાં આરોપીઓએ આખી વાત કહી હતી. પોલીસે ગાડી તપાસતા તેમાંથી 10 પેટી વિદેશી દારૂ મળ્યો હતો. હવે વધુ તપાસ હાથ ધરી છે.