ETV Bharat / state

દાંતીવાડા ખાતે રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને સજીવ ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો - પ્રાકૃતિક ખેતી

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કામે લાગ્યા છે. ગુજરાતમાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ પ્રાણ ખેતી માટે ગુજરાતના રાજ્યપાલે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે અંતર્ગત આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાતના છ જિલ્લાના ખેડૂતોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને સજીવ ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Feb 14, 2020, 5:59 PM IST

બનાસકાંઠા : ગુજરાતના રાજ્યપાલ તરીકે પદ ગ્રહણ કર્યા બાદ રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વધારો થાય તે માટે મેગા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત તેઓ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી રાસાયણિક ખાતરથી થતી ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધુ પ્રાણ ક્રિતી માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.

રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને સજીવ ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો

આચાર્ય દેવવ્રત પોતે ખેડૂત પુત્ર છે અને હરિયાણામાં તેઓએ પોતાની સંસ્થાઓ તેમજ તેમની સાથે જોડાયેલા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. વડાપ્રધાન મોદી જ્યારે ખેડૂતોના આવકને બમણી કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે ખેતીમાં થતો ખર્ચ ઘટાડી ખેડૂતોને વધુ ફાયદો થાય અને જમીન નકામી ન બને તે માટે રાજયપાલ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. જે પ્રકારે ગુજરાતમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધી રહ્યો છે તેના કારણે ખેતીની જમીન નકામી બનતી જઈ રહી છે અને ખેડૂતો પાયમાલ થતાં જઈ રહ્યા છે.

જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે રાસાયણિક ખાતરથી થતી ખેતીની ખેત પેદાશો ખોરાકમાં ઉપયોગમાં લેવાથી અનેક ગંભીર બીમારીઓ પણ મનુષ્યને થઈ રહી છે. આ તમામથી છુટકારો મેળવવા આચાર્ય દેવવ્રતે આજે ઉત્તર ગુજરાતના છ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટેનું આહવાન કર્યું હતું. બનાસકાંઠા પશુપાલન અને ખેતીના વ્યવસાયમાં સૌથી અગ્રેસર જિલ્લો છે, ત્યારે બનાસની ધરતી પરથી પ્રાકૃતિક ખેતીનો મેગા પ્રોજેક્ટ વધુ સફળ થાય તે માટે આચાર્ય દેવવ્રત એ ખેડૂતોને અપીલ કરી હતી.

આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રાકૃતિક ખેતીની કાર્યશાળામાં 5000થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી વધુ ઉત્પાદન અને સારા ભાવ મેળવી રહ્યા છે. તેમને તેમના અનુભવો વર્ણવ્યા હતા. જ્યારે અન્ય ખેડૂતો પણ જે પ્રકારે ખેતીમાં ખર્ચ વધી ગયો છે તે જોતા પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે સૌથી મોટો આધાર બને તેવી વાતને સ્વીકાર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.