ETV Bharat / state

ડીસામાં બિસ્માર રસ્તાથી ત્રાહીમામ ખેડૂતોનો વિરોધ - 200થી પણ વધુ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું

ડીસા: ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ડીસા તાલુકાના વડલીફોર્મ વિસ્તારના ખેડૂતોને બિસ્માર રસ્તાનો ઉપયોગ કરવાની મજબૂરી છે. જેથી ત્રાહીમામ પોકારી ગયેલા ખેડૂતોએ રસ્તાની માંગણી સાથે વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

18 વર્ષથી બિસ્માર રસ્તો
author img

By

Published : Oct 2, 2019, 8:34 PM IST

ગુજરાત સરકાર એક તરફ ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, જેના કારણે ખેડૂતોને સરળતાથી ગુજરાત સરકારના લાભો મળી શકે. પરંતુ ડીસા તાલુકાના વડલીફાર્મ વિસ્તારની સ્થિતિ કંઈક અલગ જ છે. આ વિસ્તારમાં 500થી પણ વધુ ખેડૂતો રહે છે અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે.

વડલીફાર્મ વિસ્તારથી ડીસા હાઈવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ બાબતે ખેડૂતો દ્વારા સરકારને છાસવારે 18 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી પાકા રસ્તા જેવી સવલત મળી નથી. જેના કારણે આજે 200થી પણ વધુ ખેડૂતોએ ભેગા મળી આ રસ્તાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન ગામના સરપંચે આવીને આ વિસ્તારનો રસ્તો દિવાળી સુધી બનાવી આપવાની બાંહેધરી આપી હતી. જેના કારણે ખેડૂતોએ હાલ પૂરતું વિરોધ કરવાનું સ્થગીત રાખ્યું હતું.

ડીસા તાલુકાના વડલીફાર્મ વિસ્તારના ખેડૂતોના બાળકો બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જાય છે. પરંતુ છેલ્લા 18 વર્ષથી બિસ્માર રોડના કારણે ખેડૂતોને પોતાના બાળકોને સ્કૂલે મોકલવામાં પણ ડર લાગે છે. અહીંથી પસાર થતા રોડ પર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી ખેડૂતોને પોતાના ખેતરમાં ઉભા પાકને વેચવા માટે બજારમાં જતી વખતે ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આજે કરેલા ખેડૂતોના વિરોધ બાદ 18 વર્ષથી નડતરરૂપ પ્રશ્નનું નિરાકરણ આવશે કે પછી વડલીફાર્મ વિસ્તારના ખેડૂતોને બિસ્માર માર્ગનો જ ઉપયોગ કરવો પડશે તે જોવું રહ્યું.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.02 10 2019

સ્લગ...ડીસામાં 18 વર્ષથી રસ્તાના વિકાસથી વચિત ખેડૂતોનો વિરોધ....

એન્કર... ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના વડલી ફોર્મ વિસ્તારના ખેડૂતોનો આજે બિસ્માર રસ્તા ના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું...

Body:વિઓ.... ગુજરાત સરકાર દ્વારા એક તરફ ગ્રામીણ વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને સરળતાથી ગુજરાત સરકારના લાભો મળી શકે. પરંતુ ડીસા તાલુકાના વડલીફાર્મ વિસ્તારની હાલત કંઈક અલગ જ છે. વાત કરવામાં આવે આ વિસ્તારની તો ડીસાના વડલી ફાર્મ વિસ્તારમાં 500 થી પણ વધુ ખેડૂતો રહે છે અને ખેતી તેમજ પશુપાલન નો વ્યવસાય કરે છે. પરંતુ વડલી ફાર્મ વિસ્તારથી ડીસા હાઈવે ને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે આ બાબતે ખેડૂતો દ્વારા સરકારમાં રસ્તા બાબતે 18 વર્ષથી રજુવાત કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારમાંના ખેડૂતને કોઈ જ પ્રકારે રસ્તો બનાવી આપવામાં આવ્યો નહતો. જેના કારણે આજે 200 થી પણ વધુ ખેડૂતોએ ભેગા મળી આ રસ્તાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.પરંતુ જે બાદ ગામના સરપંચ આવી આ વિસ્તારનો રસ્તો દિવાળી સુધી બનાવી આપવાની બાંહેધરી આપતા ખેડૂતોએ હાલ પૂરતું વિરોધ કરવાનું ટાળ્યું હતું...

બાઈટ... કાનજીભાઈ દરબાર
( ખેડૂત )

વિઓ... ડીસા તાલુકાના વડલીફાર્મ વિસ્તારમાં 500 થી પણ વધુ ખેડૂતો રહે છે અને આ ખેડૂતો ના બાળકો પણ બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવામાં જાય છે પરંતુ છેલ્લા 18 વર્ષથી બિસમાર રોડના કારણે ખેડૂતોને પોતાના બાળકોને સ્કૂલે મુકતા પણ ડર લાગે છે અહીંથી પસાર થતા રોડ પર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી ખેડૂતોને પોતાના ખેતરમાં ઉભા પાકને વેચવા માટે બજારમાં જતી વખતે ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે હવે આજે કરેલા ખેડૂતોના વિરોધ બાદ સુ 18 વર્ષ પછી વડલીફાર્મ વિસ્તારના ખેડૂતોને પાકો રસ્તો મળશે ખરી કે પછી 18 વર્ષ બાદ પણ ખેડૂતોને બિસમાર રસ્તા પર ચાલવું પડશે...

બાઈટ... રાજુ ઠાકોર
( ખેડૂત )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.