ETV Bharat / state

થરાદમાં 4 મહિના અગાઉ યુવતીના અપહરણના કેસમાં કોઈ ગુનો ન નોંધાતા માલધારી સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના બાલુંત્રી ગામની યુવતીના અપહરણને લઈને આજે માલધારી સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યં હતું. 4 મહિના અગાઉ માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છતાં કોઈ પણ જાતની યોગ્ય તપાસ થતી ન હોવાથી પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આ સાથે જ માલધારી સમાજે 15 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

થરાદમાં 4 મહિના અગાઉ યુવતીના અપહરણના કેસમાં કોઈ ગુનો ન નોંધાતા માલધારી સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
થરાદમાં 4 મહિના અગાઉ યુવતીના અપહરણના કેસમાં કોઈ ગુનો ન નોંધાતા માલધારી સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુંથરાદમાં 4 મહિના અગાઉ યુવતીના અપહરણના કેસમાં કોઈ ગુનો ન નોંધાતા માલધારી સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
author img

By

Published : Jul 31, 2021, 12:20 PM IST

  • થરાદ પ્રાંત કલેકટર કચેરી ખાતે માલધારી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું
  • વાવના બાલુંત્રી ગામના બે શખ્સે યુવતીનું કર્યું હતું અપહરણ
  • થરાદ પ્રાંત કચેરી એ મોટી સંખ્યામાં માલધારી સમાજ ના વડીલો ઉપસ્થિત રહી કરી રજૂઆત
  • જો 15 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વાવ તાલુકાના બાલુંત્રી ગામે 4 મહિના અગાઉ તારીખ 14 એપ્રિલ 2021એ બાલુંત્રી ગામના રબારી રામજીભાઈની સગીર પુત્રી હેતલ (ઉં.વ.16)ને બાલુંત્રી ગામના માથે ભારે શખ્સો સોઢા પરબતસિંહ પ્રવીણસિંહ તથા સાધુ જયેશ રાજુભાઈ અપહરણ કરી ઉઠાવી ગયા હતા ત્યારબાદ સગીરાના પિતાએ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

થરાદ પ્રાંત કલેકટર કચેરી ખાતે માલધારી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો- ગાંધીનગરમાં AAPના કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, AAPના નેતાઓ પર થયેલા હુમલાની યોગ્ય તપાસની કરાઈ માગ

4 મહિના અગાઉ માવસરી પોલીસ સ્ટેશનમાં FIR કરાવ્યા છતાં કોઈ પત્તો ના મળતા માલધારી સમાજમાં રોષ

4 માસ અગાઉ વાવના બાલુંત્રી ગામના સોઢા પરબતસિંહ પ્રવિણસિંહ તથા સાધુ જેસ રાજુભાઈએ રબારી રામજીભાઈની સગીર પૂત્રીનું અપહરણ કરી ઉઠાવી ગયા હતા. આ બાબતે સગીરાના પિતાએ માવસરી પોલીસ સ્ટેશન (Mawsari Police Station) ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ફરિયાદ નોંધાવી અને 4 મહિના થયા છતાં આજ દિન સુધી દીકરીનો કોઈ અત્તોપત્તો મળેલ નથી. આ બાબતે પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. જોકે 4 મહિના થયા છતાં કિશોરી ન મળતા આજે માલધારી સમાજના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં નાયબ ક્લેક્ટર થરાદને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે આ બાબતની સ્પેશિયલ પોલીસ (Special Police)ને તપાસ આપી સગીરાને પરત લાવવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો- Congress: વેરાવળ-સોમનાથમાં કચરા કલેકશનની નબળી થઇ રહેલી કામગીરી સુઘારવા આવેદનજો 15 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ બદતર હાલતમાં થઈ ગઈ છે. એમાંય ખાસ કરીને ગેંગરેપ અપહરણ વગેરે જેવી ઘટનાઓ જાણે રોજના સમાચાર બની રહ્યા છે. જ્યારે વાવ તાલુકામાં રહેતા એક માલધારી સમાજના વ્યક્તિની દિકરીના અપહરણની ફરિયાદ માવસરી પોલીસ સ્ટેશન (Mawsari Police Station)માં તારીખ 14 એપ્રિલ 2021ના રોજ નોંધાયા છે. આ ફરિયાદમાં આરોપીઓની તમામ વિગતો નામજોગ આપવા છતાં પોલીસ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માવસરી પોલીસે (Mawsari Police) આંખઆડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ બાબતની 15 દિવસમાં સગીરાને પરત નહીં લાવી તો માલધારી સમાજ દ્વારા ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

થરાદ પ્રાંત કચેરી એ મોટી સંખ્યામાં માલધારી સમાજ ના વડીલો ઉપસ્થિત રહી કરી રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.