બનાસકાંઠામાં ચાર માર્ગીય હાઇવે રોડના કામનું નીતિન પટેલે કર્યું લોકાર્પણ
- દાંતાથી પાલનપુર, દાંતાથી સતલાશાણા તરફનો તેમજ અંબાજીથી હિંમતનગર સુધીના ચારમાર્ગીય રસ્તાનું કરાયુ લોકાર્પણ
- નીતિન પટેલે 3 ચારમાર્ગીય હાઇવે રોડ સહીત કુલ રૂપિયા 598 કરોડના કામનું કર્યું લોકાર્પણ
- બે સામુહિક આરોગ્ય કેન્દ્ર, પાંચ પી.એચ.સી અને બે સરકારી વિશ્રામગૃહોનું પણ કર્યું લોકાર્પણ
બનાસકાંઠાઃ જિલ્લામાં રવિવારના રોજ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રૂપિયા 566 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલા 3 ચારમાર્ગીય હાઇવે રોડ સહીત કુલ રૂપિયા 598 કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે.
યાત્રાધામ અંબાજીના સાંકળતા માર્ગોને ચાર માર્ગીય બનાવની પ્રક્રિયા વર્ષ 2015-16ની વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યો હતો, જેને લઈ રવિવારે દાંતાથી પાલનપુર તેમજ દાંતાથી સતલાશાણા તરફનો અને અંબાજીથી હિંમતનગર તરફ 23 કિલોમીટર સુધીનો ચારમાર્ગીય રસ્તો બનાવાની કામગીરી પૂર્ણ થતા નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે રવિવારે દાંતા ખાતે પહોંચી વિધિવધરિતે પૂજા કરી માર્ગોનું લોકાર્પણ કર્યું હતું.
ત્યારબાદ યાત્રાધામ અંબાજી ખાતે પણ એક ચાર માર્ગીય રસ્તાનું લોકાર્પણ કર્યુ હતું. ચાર માર્ગીય રસ્તો બનતા હવે અકસ્માતોનું પણ નિરાકરણ આવશે અને અંબાજી જતા પદયાત્રી ઓને પણ વધારે સુવિધા મળશે. આમ આ ત્રણ માર્ગો 566 કરોડના ખર્ચે તૈયાર થયા બાદ રવિવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખુલ્યો મુક્યો હતો. આ સાથે જિલ્લામાં બે સામુહિક આરોગ્ય કેન્દ્ર, પાંચ પી.એચ.સી અને બે સરકારી વિશ્રામગૃહોનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ તકે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે કુલ 598 કરોડના કામોનું વિધિવl રીતે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં 70 ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
જોકે આગામી ટૂંક સમયમાં ભાદરવીપૂનમનો મેળો આવી રહ્યો છે, ત્યારે મેળો મુલતવી રાખવા સરકારે જાહેરાત કરી છે, પણ આ મેળા દરમિયાન અંબાજી મંદિર ખુલ્લું રાખવું કે કેમ તે અંગે જિલ્લા કલેક્ટર નિણઁય લેશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.