ETV Bharat / state

navratri 2021: શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નહીં યોજાય ગરબા મહોત્સવ - Ambaji News

નવરાત્રી મહોત્સવને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે તેવી મા અંબેના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય.

Navratri in Ambaji
Navratri in Ambaji
author img

By

Published : Oct 6, 2021, 5:15 PM IST

  • નવરાત્રી મહોત્સવને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા
  • અંબાજી મંદિર ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય
  • માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે

બનાસકાંઠા: હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહી શકાય. આગામી તારીખ 7 ઓક્ટોબરના ગુરુવારથી મા અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રદ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. તા. 7 ઓક્ટોબરને ગુરુવારે નવરાત્રીના પ્રથમ દિવસેથી જ મંદિરમાં ઘટ સ્થાપના પણ કરાશે. નવરાત્રી દરમિયાન યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેમાટે દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય

આ પણ વાંચો: સુરત મનપાનો મહત્વનો નિર્ણય, ક્લસ્ટર જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં નહીં યોજાય નવરાત્રી

નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરાશે

ઘટસ્થાપન આસો સુદ એકમના 7 ઓક્ટોબરેને ગુરુવારના સવારે 10.30 કલાકે શરુ કરવામાં આવશે, જ્યારે 13 ઓક્ટોબરે દુર્ગાષ્ટમી રોજ સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે. નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે આ મુજબ છે.

આ પણ વાંચો: અંબાજીના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય

નવરાત્રીથી અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં કરાયેલો ફેરફાર

  • સવારે આરતી -7.30 થી 8.00
  • સવારે દર્શન – 8.00 થી 11.30
  • બપોરે દર્શન- 12.30 થી 4.15
  • સાંજે આરતી- 6.30 થી 7.00
  • સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.