ETV Bharat / state

Wagah border of Gujarat: ગુજરાતની 'વાઘા બોર્ડર': સીમા દર્શન સાથે સહેલાણીઓને સરહદ અને સૈન્યની સેવા વિશે અવગત કરવાતું અનોખું ટુરિસ્ટ પોઈન્ટ - ગુજરાતની વાઘા બોર્ડર નડા બેટ

બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર આવેલું નડાબેટ ટુરીસ્ટો માટે હવે એક શાનદાર સ્થળ બની ગયું છે, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા ટુરીઝમ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જવાનો જેવી રીતે રક્ષા કરે છે, તે તમામ પ્રકારની માહિતી સાથે સીમા દર્શન કરાવાઈ છે. જેના માટે ગુજરાત સહિત બહારના રાજ્યોમાંથી અનેક લોકો અહીં આવી રહ્યા છે.

સીમા દર્શન માટે નડાબેટ પર સહેલાણીઓનો ધસારો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 8:21 AM IST

Updated : Nov 16, 2023, 9:32 AM IST

સીમા દર્શન માટે નડાબેટ પર સહેલાણીઓનો ધસારો

બનાસકાંઠા: સરહદ કેવી હોય છે એ નાગરિકો માટે હંમેશા કુતૂહલનો વિષય બની જાય છે, કેમ કે સરહદ આસાનીથી જોવા મળતી નથી એટલે ગુજરાતમાં બોર્ડર ટુરીઝમની શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની અડીને આવેલો છે, અહીં નડાબેટ નામના સ્થળેથી ભારત- પાકિસ્તાનની સરહદ જોઈ શકાય છે. અહીં પ્રવાસીઓ માટે સતત નવી નવી સુવિધાઓ વિકસાવાઈ રહી છે.જેથી ભારત- પાકિસ્તાનની બોર્ડર ઉપર લોકો મોટી સંખ્યામાં આવે અને બોર્ડર ઉપર થતી દરેક કાર્ય નિહાળે તે માટે ખૂબ સારું આયોજન કરાયું છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય બોર્ડર ભારત- પાકિસ્તાનની નડાબેટ બોર્ડર ઉપર પણ સરકાર દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે, અને તેના લીધે જ અત્યારે નડાબેટ બોર્ડર પર પર્યટકો માટે ખૂબ જ સારું સ્થળ બની ગયું છે.

નડાબેટ બની રહ્યું સહેલાણીઓને આકર્ષતું ટુરિસ્ટ પોઈન્ટ

નડાબેટની ખાસીયત: બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે ભારત - પાકિસ્તાનની 0 પોઇન્ટ બોર્ડર આવેલી છે અને ગુજરાત સરકારે 10 એપ્રિલ 2022માં આ ટુરીઝમ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. અહીં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને આ બોર્ડરને એક પર્યટક સ્થળ તરીકે ફેરવવામાં આવ્યું છે. પરિણામે આ સ્થળ ઉપર દિન પ્રતિદિન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે વડીલો આ બોર્ડરની અચૂક મુલાકાત લેતા થયા છે. નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરીયા,ઓડિટોરિયમ, ફૂડ ઝોન ,વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન, સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે . નડાબેટ ખાતે માતા નડેશ્વરીનું મંદિર પણ આવેલું છે. આ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે, તેવી એક થીમ બનાવાઈ છે, જે અંતર્ગત સૈનિકોના પૂતળા મુકવામાં આવ્યા છે. તેઓ બોર્ડર ઉપર જે પોતાની ફરજ બજાવતા હોય છે તે દ્રશ્યો લોકોને આ મ્યુઝિયમના માધ્યમથી જોવા મળે છે. તેમજ 500 લોકોની કેપેસિટીનું એક ઓડિટોરિયમ પણ બનાવાયું છે. જેમાં BSFના જવાનો દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. દરરોજ સાંજે 5:00 વાગે પરેડ યોજાય છે. આ ટુરિઝમ પ્રોજેકટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની-જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સાથે બાળકો માટે ગેમિંગ ઝોન પણ બનાવવામાં આવ્યું છે.જેમાં બાળકો ગેમ રમી પણ શકે છે. આ ઉપરાંત ટુરિસ્ટોને ટુરિઝમ દ્વારા જીરો પોઇન્ટ બોર્ડર સુધી બસ મારફતે સીમા દર્શન પણ કરાવવામાં આવે છે. જ્યાં ભારતની બોર્ડર પર ઉભા રહી પાકિસ્તાનની સરહદને જોઈ શકાઈ છે. ટુરિસ્ટની એન્ટ્રી ફી એક વ્યક્તિના રૂપિયા 100 અને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના રૂપિયા 50 છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 50 રૂપિયા ફી છે, તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

સીમા દર્શન: બનાસકાંઠા જિલ્લાની સરહદ પર બનાવેલ સીમા દર્શન ટુરિઝમ ખાતે વર્ષો પહેલા કોઈ જ પ્રકારની સુવિધાઓ હતી નહીં, અહીં માત્ર ચારે બાજુ રાજસ્થાન જ જેવું રણ જોવા મળતું હતું, ન તો પીવા માટે પાણી હતું કે, ન તો કોઈ પણ પ્રકારની સુવિધા જેના કારણે અહીં આવતા લોકોને ભારે દુવિધાનો સામનો કરવો પડતો હતો, ત્યારે હવે રાજ્ય સરકાર અને બીએસએફના જવાનો દ્વારા બનાવવામાં આવેલ ટુરિઝમના કારણે હાલમાં તમામ પ્રકારની સુવિધાઓ સરહદ પર મળી રહે છે, તેના કારણે લોકો પણ દૂર દૂરથી સીમા દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે, અહીં સીમા દર્શન માટે આવતા લોકો માટે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા અને ફરવા માટે સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેને લઈ લોકો પણ દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં સીમા દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે વર્ષો પહેલાં જ્યાં સરહદી વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં ન આવ્યો હતો ત્યારે અહીં આજુબાજુ વસવાટ કરતાં હજારો પરિવારના લોકો બહાર ધંધા અર્થે જતા હતા પરંતુ હવે આ ટુરીઝમ બનતા ની સાથે જ અહીં હજારો પરિવારના લોકોને રોજગારી પણ મળી રહી છે.

શું ટિકિટ અને ટાઈમ: બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તાર પર ટુરિસ્ટ પ્રવેશ માટે સવારે 9 થી રાત્રે 7 વાગ્યા સુધીનો સમય માન્ય છે, ટિકિટ કાઉન્ટર સવારે 9:00 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ઝીરો પોઈન્ટ વિઝીટ માટે સવારે 9:00 થી સાંજે 4:30 વાગ્યા ટુરિઝમ દ્વારા આવતા લોકોને બસ દ્વારા સીમા દર્શન નો લાભ અપાવે છે.તેમજ જવાનો દ્વારા કરવામાં આવતી પરેડ જોવા માટે દરરોજ સૂર્યાસ્ત પહેલા. મ્યુઝિયમમાં જોવા માટે સવારે 9:00 થી સાંજે 6 વાગ્યા સુધી. મેમોરિયલ જોવા માટે સવારે 9:00 થી સાંજે 6વાગ્યા સુધી. જ્યારે ફૂડ કોર્ટ સવારે 9:00 થી સાંજે 7:30 વાગે સુધી. એડવેન્ચર એક્ટિવિટી સવારે 10 થી સાંજે 7:30 વાગ્યા સુધી. એ.વી.એક્સપિરિયન્સ ઝોનમાં જવા માટે સવારે 10 થી સાંજે સાત વાગ્યા સુધી. આર્ટ ગેલેરી ને નિહાળવા માટે સવારે 10 થી સાંજે છ વાગે સુધી અને ખાસ સોમવારના દિવસે આ પ્રોજેક્ટ મેન્ટેનન્સ માટે બંધ હોય છે.

કેવી રીતે પહોંચવું: ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટના રણમાં બનાવ્યો છે.આ બોર્ડર પાલનપુર થી 150 કિલોમીટર, ડીસાથી 100 કિલોમીટર, રાધનપુરથી 75 કિલોમીટર અને અમદાવાદથી 270 કિલોમીટર દૂર છે. જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા થયાં, અને લોકોમાં પણ આ સ્થળ ખુબ લોકપ્રિય બની રહ્યું છે. આમ તો સામાન્ય રીતે સરહદી વિસ્તાર હંમેશા સંવેદનશીલ રહેતો હતો જેના કારણે લોકો ભારત-પાકિસ્તાનની બોર્ડર પર જતા પણ ડરી રહ્યા હતા. પરંતુ હવે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની સરહદ પર પ્રવાસીઓ માટે ટુરીઝમ બનાવવામાં આવ્યું છે તેને જોતો લોકો હવે સરહદ અને સીમાદર્શન તરફ વધુ આકર્ષીત થઈ રહ્યા છે.....

''અમે પહેલા અહીં આવતા ત્યારે એક ટીપું પાણી પાણી જોઈતું હોય તો આ વિસ્તારમાં મળતું ન હતું પરંતુ એની જગ્યાએ અત્યારે સરકાર દ્વારા જે આ ભારત પાકિસ્તાન બોર્ડર પર ટુરીઝમ ડેવલોપમેન્ટ કર્યું છે, તે ખરેખર ખૂબ અદભુત છે, અને જોવાલાયક છે. દરેક લોકોએ અહીં આવવું જોઈએ અને આ ટુરીઝમને નિહાળવું જોઈએ અમે આજે ફરવા માટે આવ્યા છીએ અને અમને ખૂબ મજા આવી. આ બધું જોઈને સૈનિકો કેવી રીતે ફરજ બજાવે છે ? તેમની દિનચર્યા શું હોય છે ? યુદ્ધ સમય કેવી પરિસ્થિતિ હોય છે ? તે તમામ વસ્તુઓનું સ્ટેચ્યુના માધ્યમથી દર્શાવ્યું તે નિહાળીને ખૂબ આનંદ થયો'' - પર્યટક

''દિવાળીના સમયમાં જે વેકેશન પડે છે, તે વેકેશન દરમિયાન રજાઓનો લાભ લઈને અહીં દૂર દૂરથી લોકો આ ટુરીઝમને નિહાળવા માટે આવે છે, ગયા વર્ષે 2022માં દિવાળીના સમયમાં સાત દિવસમાં લગભગ 62 હજાર જેટલા લોકોએ આ સીમા દર્શન ટુરિઝમને જોવા માટે આવ્યા હતા. દિવાળીના સમયમાં લોકોનો ખૂબ ઘસારો હોય છે, તે સમયે અમારા દ્વારા પણ સહેલાણીઓ માટે વધારેમાં વધારે સગવડ ઊભી કરવામાં આવે છે. લોકોને અગવડતા ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. જેમાં ઘણીવાર લોકો આવતા હોય છે તેમના માટે નવા નવા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. ઘણીવાર બસોની વ્યવસ્થા પણ અમારા દ્વારા કરવામાં આવે છે. જેથી કોઈને અગવડતા ના પડે અમે લોકો માટે એડિશનલ પાર્કિંગ વ્યવસ્થા, એડિશનલ પાણીની વ્યવસ્થા, જે લોકો અહીંથી 0 પોઈન્ટ જોવા માટે જાય છે, તેમના માટે રોજ જે બેસો હોય છે તેના કરતાં 200 વધારીને 0 પોઈન્ટ સુધી મોકલવામાં આવે છે. અહીં આવતા તમામ લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખૂબ સારી રીતે લોકો આ ટુરીઝમને નિહાળતા હોય છે'' - દીપક ચક્રવર્તી, જનરલ મેનેજર, નડાબેટ ટુરિઝમ

  1. ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા નડાબેટમાં સિમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, જાણો તેમની ખાસ વિશેષતા
  2. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નડેશ્વરી માતાના મંદિરે આર્મીના જવાનો કરે છે પૂજા

Last Updated : Nov 16, 2023, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.