ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વાયરલ થયેલા ફોટા બાબતે સાંસદ પરબત પટેલનો ખુલાસો - banaskantha daily updates

થરાદ તાલુકાના ભાચર ગામે રહેતા એક ખેડૂતે નેતાની અશ્લીલ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. ભાચર ગામે રહેતા માધાભાઈ પટેલ નામના ખેડૂતે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ વાયરલ કરી છે. જેમાં સફેદ ઝભ્ભા લેંઘો પહેરેલો એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ કર્યો છે.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Aug 8, 2021, 11:34 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં નેતાની સીડી વાયરલ કરવાની ચીમકી
  • સાંસદ પરબતભાઇ પટેલના છોકરી સાથેના ફોટા થયા વાયરલ
  • બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ આપ્યો પોતાનો ખુલાસો

બનાસકાંઠા: છેલ્લા એક અઠવાડિયાથી સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે, આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે આ વાયરલ થયેલા ફોટા મામલે સાંસદ પરબત પટેલ નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું.

એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ

થરાદ તાલુકાના ભાચર ગામે રહેતા એક ખેડૂતે નેતાની અશ્લીલ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. ભાચર ગામે રહેતા માધાભાઈ પટેલ નામના ખેડૂતે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ વાયરલ કરી છે. જેમાં સફેદ ઝભ્ભા લેંઘો પહેરેલો એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ કર્યો છે. જ્યારે 15 મી ઓગસ્ટના રોજ 12:39 કલાકે આ નેતાની આખો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આજે વહેલી સવારે માધાભાઈ પટેલે કરેલી આ પોસ્ટથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ પોસ્ટમાં દેખાતો નેતા કોણ છે ક્યાંનો છે, કયા પક્ષનો છે તે અંગે સ્પષ્ટીકરણ કરાયું નથી, પરંતુ અત્યારે આ પોસ્ટને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી જવા ગયો છે.

બે દિવસથી સાંસદના ફોટા વાયરલ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાંસદ પરબતભાઇ પટેલના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થઇ રહ્યા છે આ ફોટા વાયરલ થતાની સાથે જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ ચકચાર મચી જવા પામી છે.છેલ્લા ઘણા સમયથી માત્ર નેતા નો વિડિઓ વાયરલ થશે તેવી જાહેરાત થઈ હતી.જે બાદ હાલમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલના ફોટા વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: સુરતઃ મિત્રતા કરવા માટે યુવતીના મોર્ફ કરેલા બીભત્સ ફોટા વાયરલ કરનાર યુવક ઝડપાયો

પરબત પટેલનું નિવેદન

છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયામાં બનાસકાંઠાના એક મોટા ગજાના નેતાના યુવતી સાથેના ફોટા વાયરલ કરી તા 15 ઓગસ્ટના રોજ વીડિયો વાયરલ કરવાની ધમકીભરી જાહેરાત બાબતે અત્યાર સુધી સસ્પેન્સ છવાયેલું હતું પરંતુ આ મામલે બે દિવસથી બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ નું નામ આવતા તેઓએ આજે આ સમગ્ર બાબત પોતાને બદનામ કરવા માટે અને એડિટિંગ કરી વીડિયો બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોતે નખશિખ પ્રમાણિક છે અને 2016 થી તેઓને બદનામ કરવા માટે કેટલાક લોકો બ્લેકમેલ કરતા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ પૂજારી અને બ્રાહ્મણ વિરુદ્ધ બ્લેક મેલિંગ કરવા બાબતે ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.