મહત્વનું છે કે, 2018માં રીલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવતી’ના વિરોધ સમયે કરણીસેનાના અનેક કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અંગે ફરિયાદ પાછી ખેંચવા સરકાર સમક્ષ અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આ અંગે હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતો નથી. જોકે આ વિવાદને પરિણામે જ ભાજપને ટુંક સમયમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 3 રાજ્યોમાં હાર સ્વીકારવાનો વારો આવ્યો હતો. આ સાથે જ કરણીસેનાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ‘આગામી સમયમાં સરકાર દ્વારા કરણીસેનાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ભાજપે લોકસભા 2019ની ચૂંટણીમાં પણ કરણીસેના ભાજપનો વિરોદ્ધ યથાવત રાખશે !
નોંધનયી છે કે, બોલિવુડની ઐતિહાસિક ફિલ્મ‘પદ્માવતી’ના વિરોદ્ધ બાબતે કરણીસેનાના કાર્યકરો પર કરવામાં આવેલ ફરિયાદો પાછી ખેંચવા કરણીસેનાના અધ્યક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જે તેમણે જણાવ્યું હતું કે, ‘2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સરકાર કરણીસેનાની માંગ નહીં સ્વીકારે તો ક્ષત્રિય સમાજ તેમનો બહિષ્કાર કરી શકે છે.’