ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન - કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

હવામાન વિભાગની આગાહી મુજબ ભર શિયાળે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ કરા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

monsoon-like-conditions-in-banaskantha-district-in-winter-heavy-loss-to-farmers-due-to-unseasonal-rains

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 7:01 PM IST

કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે મુશળધાર વરસાદ પડતા બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ

મોંઘા ભાવના ખાતર-બિયારણને નુકસાન: બનાસકાંઠા જિલ્લમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડતા કરી મુક્યા છે. ખેડૂતો મોંઘા ભાવના ખાતર અને બિયારણો લાવીને ખેતી કરે છે પરંતુ કેટલાક સમયથી થતા માવઠા ખેડૂતોના પાકને ભારે નુકસાન કરી જાય છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મુશળધાર વરસાદ પડ્યો જેના કારણે ખેતરોમાં ઉભેલો પાક જમીનદોસ્ત બની ગયો છે અને મોટું નુકસાન થયું છે.

'અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. અમને આશા હતી કે આ વખતે સારો પાક થયો છે. અમને આશા હતી કે વ્યાજે લીધેલા અથવા તો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ આ પાકમાંથી કરીશું પરંતુ વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અમારા વિસ્તારમાં એરંડા, રાયડો, વરિયાળી, બટાકા સહિતના પાકોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. આ બાબતે સરકાર સર્વે કરી મદદ કરે એવી અમારી માંગ છે.' -સ્થાનિક ખેડૂતો

ભર શિયાળે ચોમાસા જેવો માહોલ: હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેના કારણે જિલ્લામાં ચોમાસા જેવો માહોલ થયો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદને કારણે ઠંડીનું પણ પ્રમાણ વધ્યું છે ત્યારે લોકો ઘરમાં પુરાઈને બેસી રહેવા પણ મજબૂર બન્યા છે.

  1. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આટલા દિવસ સુધી રહેશે કમોસમી વરસાદ
  2. ભરશિયાળે જામ્યું ચોમાસું; ગુજરાતના જિલ્લા બન્યા હિલ સ્ટેશન, ઠંડીમાં 4 ડિગ્રીનો થશે વધારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.