- બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર વસ્તુઓના વેચાણમાં વધારો
- ડીસામાં લાખો રૂપિયાનું બાયોડીઝલ ઝડપાયું
- મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોચીં હતી
બનાસકાંઠા: જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો છે. જેના કારણે રોજેરોજ બનાસકાંઠા જિલ્લામાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક ડુપ્લીકેટ વસ્તુઓ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. મોટાભાગના વેપારીઓ ખરીદી કરવા માટે ડીસા શહેરમાં આવતા હોય છે. રાજસ્થાનથી પણ સૌથી સૌથી વધુ ખરીદી માટે ડીસા શહેરમાં આવતા હોય છે. જેને લઇને ડીસાના વ્યાપારીઓ દ્વારા મોટાભાગે તમામ વસ્તુઓ ડુપ્લીકેટીંગ કરતા હોય છે. અગાઉ પણ પોલીસ દ્વારા બાતમીના આધારે અનેક વાર લાખો રૂપિયાનો ગેરકાયદેસર માલ ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે ગેરકાયદેસર અને ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકી શકે તેમ છે.
આ પણ વાંચો : બિન અધિકૃત બાયોડીઝલ પંમ્પ સામે મામલતદાર દ્વારા કાર્યવાહી કરાઇ
બાયોડીઝલનો 10,590નો જથ્થો કર્યો સિઝ
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના PI વાય. એમ. મિશ્રા સહિતની ટીમે ડીસા પાલનપુર હાઈવે પર પ્રાઇમ હોટલ પાછળના વિસ્તારમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાતું હોવાની માહિતીના આધારે ઓચિંતી રેડ કરી હતી. જ્યાં હિંમતલાલ સેવકરામ ઠક્કરના ગોડાઉનમાંથી ગેરકાયદેસર બાયોડીઝલ મળી આવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠાના સુઈગામમાં ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરાઈ
રૂપિયા 10.77 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત
પોલીસે તુરંત મામલતદાર ઓફિસે જાણ કરતા ડીસા શહેર મામલતદાર લાલજીભાઈ મકવાણા, સર્કલ ઓફિસર ડી. એચ. પાટડીયા, ક્લાર્ક કુંદનસિંહ ચાવડા સહિતની ટીમે દોડી જઇ કુલ બાયોડીઝલ ભરેલા 54 મોટા બેરલ અને 17 કેરબા મળી 10,590 લીટર બાયો ડીઝલનો જથ્થો સિઝ કર્યો હતો. તેમજ બાયોડીઝલ અને કાર સહિત કુલ જેની કિંમત રૂપિયા 10.77 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે ગોડાઉન માલિક હિંમતલાલ સેવકરામ ઠક્કર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અને પેટ્રોલિયમ એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.