ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠામાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો અને પ્રથમ વરસાદ સારો થતા જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ
author img

By

Published : Jun 12, 2020, 10:35 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ થયા બાદ ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ બાદ આજે ભારે વાવાઝોડા સાથે સાર્વત્રિક વરસાદ થતાં સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ભારે ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે મોડી સાંજે ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.

4 કલાકમાં ડીસામાં 39.2 મીમી, દાંતા 10 મીમી, પાલનપુર 12 મીમી, લાખણી 20 મીમી અને વડગામમાં 23 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે આ વખતે ચોમાસુ નિયત સમય કરતાં વહેલા શરૂ થઇ ગયું છે.

જો કે હજુ 20 ટકા ખેતરોમાંથી બાજરી લણવાની બાકી હોવાથી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતુ. જ્યારે લાખણીના મહાદેવપુરા વિસ્તારમાં ભારે વાવઝોડાના પગલે એક ગોડાઉનનો સેડ ઉડી બાજુના મકાનના માઢ પર પડતા અફડાતફડી મચી ગઇ હતી. સેડ ઉડતા ગોડાઉન મલિકને અંદાજે 10 લાખનું નુકસાન થયું હતુ.

જ્યારે ડીસામાં પણ દોઢ ઇંચ વરસાદ ખાબકતા મારુતિ પાર્ક સહિત નીચાંણ વાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પરંતુ પ્રથમ વરસાદ સારો થતા જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.