ETV Bharat / state

બનાસકાંઠાના ફોરણા ગામની પરણિત મહિલાએ ખોટા દસ્તાવેજ બનાવી અન્ય વ્યકતિ સાથે કર્યા લગ્ન - છુટાછેડાનો નોટરી કરાર

બનાસકાંઠાના ફોરણા ગામની એક પરણિત મહિલાએ ખોટી સહીના આધારે છૂટાછેડાનો દસ્તાવેજ કરી પતિની જાણ બહાર અન્ય સાથે લગ્ન કરી લીધા હોવાની ઘટના બની છે. જ્યારે વિશ્વાસઘાતનો ભોગ બનેલા પીડિત પતિએ પત્ની સહિત ચાર લોકો સમયે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ફોરણા ગામની પરણિત મહિલાએ ખોટા દસ્તાવેજ બનાવી અન્ય વ્યકતિ સાથે કર્યા લગ્ન

author img

By

Published : Jan 25, 2021, 8:45 AM IST

  • પતિએ દિયોદર પોલીસ મથકે પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
  • 4 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
  • પત્ની સામે કડક કાર્યવાહી કરવા માંગ

બનાસકાંઠા : દિયોદર તાલુકાના ફોરણા ગામમાં પત્નીએ પતિ સાથે વિશ્વાસઘાત કરી અન્ય શખ્સ સાથે લગ્ન કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફોરણા ગામમાં રહેતા વિક્રમ ચૌધરીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના ખોડા ગામની અને સમાજની મોંઘી નામની યુવતી સાથે થયા હતા. જે બાદ ગત 21 મી ડિસેમ્બરના રોજ મોંઘીબેન માતા-પિતાને મળવા જવાનું કહી તેમના પિયરે ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે પતિ તેની પત્નીને લેવા જતા તેની પત્નીએ અન્ય શખ્સ સાથે લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળતાં પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે મામલે તપાસ કરતા તેની પત્નીએ તેની ગેરહાજરીમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી છૂટાછેડાની નોટરી કરાવી લીધી હતી. આ સાથે નોટરી કરાવતી વખતે પણ તેનો પતિ હાજર ન હોવા છતાં પણ ખોટી રીતે છૂટાછેડાનો નોટરી કરાર બનાવ્યો હતો. જે કરારમાં ભાભરના ઠેકવાડીના જગદીશ ઠાકોરે પણ સાક્ષીમાં સહી કરી હોવાનું જણાયું હતું.

બનાસકાંઠાના ફોરણા ગામની પરણિત મહિલાએ ખોટા દસ્તાવેજ બનાવી અન્ય વ્યકતિ સાથે કર્યા લગ્ન
વિશ્વાસઘાતનો ભોગ બનેલા પીડિત પતિ

પત્નીએ ખોટી રીતે છૂટાછેડાનો નોટરી કરાર બનાવ્યો

આ સમગ્ર ઘટનામાં પત્નીએ તેના પતિની ગેરહાજરીમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી છૂટાછેડાની નોટરી કરાવી લીધી હતી. આ સમગ્ર મામલે ચક્રવ્યૂ રચ્યો હતો. આ સાથે નોટરી કરાવતી વખતે પણ તેનો પતિ હાજર ન હોવા છતાં પણ ખોટી રીતે છૂટાછેડાનો નોટરી કરાર બનાવ્યો હતો. પતિની જાણ બહાર આ સમગ્ર ઘટનાને પત્નીએ અંજામ આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પત્નીએ ખોટા દસ્તાવેજ બનાવી પતિ સાથે વિશ્વાસઘાત કરેલ હોવાથી આ મામલે પત્નીના વિશ્વાસઘાતનો ભોગ બનેલા પીડિત પતિ વિક્રમ ચૌધરીએ તેની પત્ની, નવો પતિ, સાક્ષી અને વકીલ સહિત 4 લોકો સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

છૂટાછેડાનો નોટરી કરાર બનાવનાર વકીલ

પત્ની સામે કડક કાર્યવાહી કરવા માંગ

જે પતિ સાથે પત્નીએ સમાજ વચ્ચે, અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા છે અને જન્મો જન્મ સુધી એકબીજાને સાથ આપવાનું વચન આપ્યું હતું તે જ પત્નીએ પતિ સાથે વિશ્વાસઘાત કરી તેના પ્રેમી સાથે લગ્ન કરી દેતા હવે વિક્રમ ચૌધરી ન્યાયની ભીખ માંગી રહ્યો છે. આવી પત્ની સહિત તેને સાથ આપવા વાળા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે. ત્યારે પીડિત પત્નીની ફરિયાદના આધારે દિયોદર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓના નામ

1.મોંઘીબેન ચૌધરી ( પત્ની )
2.ભરત ચૌધરી ( બીજો પતિ )
3.આર કે બારોટ ( વકીલ )
4.પ્રતાપ ઠાકોર ( સાક્ષી )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.