સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજમાં જાગૃતિ આવે તે આશયથી હવે દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લગ્ન જેવા પ્રસંગોમાં મંદી દરમિયાન ખર્ચ ઘટે અને નાના પરિવારના લોકો પર આર્થિક બોજ ન પડે તે આશયથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ હેતુથી ડીસા ખાતે માલગઢ પરબડી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમૂહ લગ્નોત્સવમાં ૪૧ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે માળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં માળી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.