- માઉન્ટ આબુમાં ભારે વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી
- ગુજરાતી પ્રવાસીઓની ગાડી પર વૃક્ષો પડતા ભારે નુકસાન
- માઉન્ટમાં આહલાદક વાતાવરણના કારણે ગુજરાતી સહેલાણીઓનો ઘસારો વધ્યો
બનાસકાંઠા: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ અને પવનના કારણે વૃક્ષ નીચે 5 જેટલી ગુજરાતીઓની ગાડી દબાઈ જતાં ગાડી માલિકોને પણ ભારે નુકસાન થયું છે.
માઉન્ટ આબુમાં ભારે પવન સાથે વરસાદ
ગુજરાત સહિત સમગ્ર રાજસ્થાનમાં વરસાદ હવે જોર પકડ્યું છે એક બાદ એક અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે કોરોના મહામારી હળવી થતાં અને વરસાદના કારણે માઉન્ટ આબુનું વાતાવરણ આહલાદક બનતા જે ગુજરાતીઓ ભારે ધસારો વધી રહ્યો છે. દર વર્ષે વરસાદની શરૂઆત થતાની સાથે જ ગુજરાતીઓ મોટી સંખ્યામાં માઉન્ટ આબુનું વાતાવરણ જોવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે આ વર્ષે પણ છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે.
વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી
જેમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભારે વરસાદ અને પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે .સતત વરસાદ ન અકારને ભેજવાળી જમીન થતા ધરાશાયી થયેલા વૃક્ષો નીચે 5 જેટલા ગુજરાતીઓની ગાડી આવી જતાં ભારે નુકસાન થયું છે. બે ગાડીમાં ડ્રાઇવર બેઠા હતા અને વૃક્ષ ધરાશાયી થઇને ગાડી પર પડ્યા હતા. જોકે, સદનસીબે કોઇ જાનહાની થઇ હતી.
વહીવટી તંત્ર ઘટના સ્થળે
માઉન્ટ આબુમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે પ્રવાસીઓના વાહનોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને રાહત કામગીરી શરૂ કરી હતી. તેમજ વરસાદના કારણે પ્રવાસીઓને જર્જરિત મકાનો, વૃક્ષો કે હિલ સ્ટેશનથી દૂર રહેવા માટે પણ સૂચનાઓ પણ આપી હતી. ઘટના અંગે ગુજરાતી પ્રવાસી અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે વૃક્ષ પડતા મારી ગાડીને નુકસાન થયું છે.