ETV Bharat / state

કેન્દ્રીય બજેટમાં ખેડૂતો અને પશુપાલકોને ઘણી આશા અને અપેક્ષા

કોરોના વાઈરસની મહામારી બાદ પ્રથમવાર કેન્દ્ર સરકાર દ્વાર ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અનેક ખેડૂતલક્ષી અપેક્ષાઓ છે. ખાસ કરીને સતત વધી રહેલા બિયારણના ભાવ ઘટાડવામાં આવે અને ખેડૂતોને ફાયદો થાય તે દિશામાં બજેટ રજૂ કરવાની માંગ કરી રહ્યા છે.

કેન્દ્રીય બજેટમાં ખેડૂતો અને પશુપાલકોને ઘણી આશા અને અપેક્ષા
કેન્દ્રીય બજેટમાં ખેડૂતો અને પશુપાલકોને ઘણી આશા અને અપેક્ષા
author img

By

Published : Jan 29, 2021, 10:30 PM IST

Updated : Feb 1, 2021, 10:43 AM IST

  • કોરોના મહામારી બાદ પ્રથમવાર રજૂ થઈ રહ્યુ છે બજેટ
  • ખેડૂતલક્ષી બજેટ રજૂ કરવા ખેડૂતોની માગ
  • પાકના પુરતા પ્રમાણમાં ભાવ નહિં મળતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો

બનાસકાંઠાઃ કોરોનાવાયરસ ની મહામારી બાદ પ્રથમવાર કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં બજેટ ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરવામાં આવશે. દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેનાથી આવનારા સમયમાં ખેડૂતોને ફાયદો થઇ શકે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 2020/21 નું બજેટ સત્રને લઈને ખેડૂતોને ઘણી અપેક્ષાઓ છે.

કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને ઘણી આશા અને અપેક્ષા

ખેડૂતો અને પશુપાલકોને બજેટમાં અનેક આશા

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને પણ આ બજેટમાં અનેક આશા અને અપેક્ષા રહેલી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોના વાઈરસની મહામારીમાં જિલ્લાના ખેડૂતોને પોતાના પાકમાં પુરતા પ્રમાણમાં ભાવ નહિં મળતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ બજેટમાં તેને ધ્યાને લઇ યોજનાઓ બનાવવામાં આવે તો જ આવનારા સમયમાં ખેડૂતો ફરી એકવાર ઉભા થઈ શકે તેમ છે.

સરકારી જમીન વાવેતર માટે આપવાની જાહેરાતને લઈ ખેડૂતોમાં રોષ
આ વર્ષે જિલ્લાના ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી અને પોતાના ખેતરમાં શાકભાજી અને બટેટાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ સતત મંદીના કારણે શાકભાજી અને બટાકાના ભાવો નીચા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા તાજેતરમાં જે સરકારી જમીન વાવેતર માટે આપવાની જાહેરાત કરી છે, જેને લઇને પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જમીન માત્ર ખેડૂતોને જ મળવી જોઈએ જેથી આવનારા સમયમાં ઉદ્યોગપતિ આવી જમીન પર કબજો મેળવી ન શકે.

બટાકા
બટાકા

દૂધના યોગ્ય ભાવ ન મળતા પશુપાલકોને થઈ રહ્યું છે મોટું નુકસાન

બનાસકાંઠા જિલ્લો ખેતી સાથે પશુપાલન સાથે પણ જોડાયેલો જિલ્લો છે અને એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે, ત્યારે દર વર્ષે પશુપાલકો મોટા પ્રમાણમાં બનાસ ડેરીમાં દૂધ ભરાવે છે, પરંતુ છેલ્લા એક વર્ષથી પશુપાલકોને દૂધના ભાવમાં વધારો ન મળતા હાલ પશુપાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પશુપાલકોને પશુઓને ખવડાવવામાં આવતું ખાણ મોંઘા ભાવે ખરીદવું પડે છે, તો બીજી તરફ દૂધના ભાવ ન મળતા પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ બાબતે પશુપાલકોને ફાયદો થાય તે માટે આ બજેટમાં યોગ્ય રજૂ કરવામાં આવે તેવી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની માંગ છે.

Last Updated : Feb 1, 2021, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.