- કોરોના મહામારીમાં અનેક લોકોના મોત
- કોરોના વાઇરસની મહામારીથી મુક્તિ મળે તે માટે મહારુદ્ર યજ્ઞ યોજાયો
- ત્રણ દિવસ ચાલેલા આ મહાયજ્ઞમાં ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી
બનાસકાંઠા: સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીના કારણે લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે. અત્યાર સુધી આ કોરોના વાઇરસની મહામારીમાં વિશ્વમાં અનેક લોકોના મોત પણ થયા છે. ભારત દેશમાં પણ ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વધેલા સંક્રમણના કારણે કોરોના વાઇરસના અસંખ્ય કેસો સામે આવી ગયા હતા. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી અને આ પરિસ્થિતિના કારણે કોરોના દર્દીઓના મોત પણ નીપજ્યા હતા.
જિલ્લાના તમામ તાલુકાઓમાં ધંધા-રોજગાર બંધ રહેતા વેપારીઓની હાલત કફોડી બની
સતત ત્રણ મહિના સુધી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં ધંધા-રોજગાર બંધ રહેતા વેપારીઓની હાલત કફોડી બની છે. ધંધા-રોજગાર બંધ હતા બનાસકાંઠા જિલ્લાના અર્થતંત્ર પણ ખોરવાઈ ગયું છે અત્યાર સુધી કોરોનાવાયરસ ના કેસ તો ઓછા થયા છે પરંતુ હજુ સુધી રાબેતા મુજબ ધંધા-રોજગાર શરૂ નથી થયા જેના કારણે હાલમાં તમામ વેપારીઓ ધંધા વગર નવરા બેઠા નજરે પડી રહ્યા છે.
આ પણ વાંચો: કોરોનાથી સમગ્ર વિશ્વની મુક્તિ થાય તે માટે જૂનાગઢના ભારતી આશ્રમમાં યજ્ઞ યોજાયો
કોરોના મહામારી અટકાવવા યજ્ઞ યોજાયો
છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર વિશ્વનું જનજીવન અસ્ત વ્યસ્ત બની ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે અસંખ્ય લોકો કોરોના વાઇરસની મહામારીમાં સંક્રમિત થયા હતા અને વધતાં જતાં કોરોના વાઇરસની મહામારીના કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. ત્યારે હજુ સુધી કોરોના વાઇરસની મહામારી ઓછી ન થતાં હવે ઠેર-ઠેર પુજારીઓ અને લોકો દ્વારા યજ્ઞ યોજાઇ રહ્યા છે. ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત પીપલેશ્વર ગણપતિના મંદિરે સ્થાનિક લોકો દ્વારા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: ગ્રહણની અસરો નાબૂદ કરવા તેમજ વિશ્વ કલ્યાણ માટે ડાકોર મંદિર ખાતે યજ્ઞ યોજાયો
લોકોને મુક્તિ મળે તે માટે ત્રણ દિવસ સુધી મહાયજ્ઞ યોજાયો
વિશ્વકલ્યાણ અને કોરોના વાઇરસની મહામારીમાંથી લોકોને મુક્તિ મળે તે માટે ત્રણ દિવસ સુધી આ મહાયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં આહુતિ આપવા માટે આજુબાજુના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફરી એકવાર લોકોના ધંધા-રોજગાર શરૂ થઈ જાય અને કોરોના વાઇરસની મહામારી જતી રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.