ETV Bharat / state

લોકડાઉન ખૂલતાં જ વર્ષો પહેલા લુપ્ત થયેલા મદારીઓ ફરી પાછા જોવા મળ્યા, જુઓ વીડિયો

author img

By

Published : Aug 8, 2020, 9:29 AM IST

વર્ષો પહેલા જ્યારે મનોરંજન માટે કંઈ સાધન ન હતા ત્યારે લોકોને મદારીઓ મનોરંજન પૂરું પાડતા હતા. પરંતુ સરકાર દ્વારા મદારીઓને સાપ પકડી ખેલ કરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ મદારીઓએ ખેલ કરવાનું બંધ કર્યું હતું, પરંતુ ફરી એકવાર લોકડાઉન ખૂલતાં જ મદારીઓ સાપના ખેલ કરતા નજરે પડી રહ્યાં છે.

madari
લુપ્ત થયેલા મદારી

બનાસકાંઠા: વર્ષો પહેલા જ્યારે મનોરંજન માટે કંઈ સાધનો ન હતા, ત્યારે ગામે ગામ લોકોને મનોરંજન પૂરું પાડવા માટે મદારીઓ જતા હતા, પરંતુ સમયના બદલવા સાથે સરકારે મદારીઓના ખેલ પર પ્રતિબંધ લગાવી દીધો અને જે પણ મદારીઓ મનોરંજન માટે ગામે ગામ ખેલ કરતા હતા તે બંધ થઈ ગયા. આજના યુગમાં પણ કંટાળેલ માણસ મનોરંજન શોધે છે. મનને રંજન આપે તે મનોરંજન આજના યુગમાં ટી.વી. મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો, નાટ્યગૃહો વગેરે છે. અગાઉના જમાનામાં પણ માણસ રોજની ઝંઝાળમાંથી છુટી મનોરંજન માણતો હતો. તે ભવાયાની ભવાઈ , મલ્લનટના કુસ્તીના ખેલ, મદારીના ખેલથી કમાતો હતો, પરંતુ આજના આ આધુનિક સમયમાં લોકોને સમય ઓછો મળતા ધીરે ધીરે આ તમામ ખેલો ગાયબ થવા લાગ્યા છે. આજે લોકો માત્ર પોતાના પરિવારનું ગુજરાન ચાલવવા માટે પૈસા કમાવવામાં પડ્યા છે.

બીજી તરફ આજે નવી નવી રમતોની શરૂઆત થતાં જૂના જમાનાની તમામ રમતો લોકો ભૂલી રહ્યાં છે. મદારી આમ તો મૂળ રાજસ્થાનના વતની હોવાનુ મનાય છે. પોતે પોતાની જાતને મુળ ગરાસિયા ગણાવે છે. અગાઉના સમયમાં તેમના કોઇ પૂર્વ જ મુલસમાન બાઈને ઘરમાં લાવેલી તેથી હિન્દુ રાજાઓએ બહિષ્કાર કરતાં આ ધંધો હાથ ધરેલો. આમ તો સામાન્ય રીતે માંકડા, સાપ, નોળિયા, રીંછ જેવા પ્રાણીઓ રાખીને થોડીક હાથ ચાલાકી પણ કરી મનોરંજન કરાવી પેટિયું રળતી કોમ છે. વરસાદની સીઝન પુરી થાય ત્યાંથી પેટિયું રળવા એક ગૃપમાં નીકળી જાય. વગડામાં તેઓ પડાવ નાખે ને અલગ અલગ ગામે જઈ લોક મનોરંજન કરાવી ગુજરાન ચલાવે. મદારીઓ તેમણે પાળેલાં માકડાંને મારી મારીને નાનપણથી જ તાલીમ આપે.

વર્ષો પહેલા લુપ્ત થયેલા મદારીઓ ફરી લોકડાઉન ખૂલતાં જ જોવા મળ્યા

આપણને એમ લાગે કે, પ્રાણીઓ મદારી કહે તેમ કરે છે તેની ભાષા સમજે છે પણ સાચે તો પેલી તાલીમ પ્રમાણે જ કામ કરે, ત્યારે સમયના બદલાવ સાથે સરકારે તાત્કાલિક ધોરણે મદરીઓને ખેલ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે અનેક પ્રાણીઓના જીવ પણ બચી ગયા. સરકારે કોઈ પણ પ્રાણીને પકડી તેનો ખેલ કરવા પર પ્રતિબંધ લગાડતાની સાથે જ અનેક મદારીઓ પોતાના આ ધંધો છોડી અન્ય ધંધા સાથે જોડાયા હતા, પરંતુ વર્ષો બાદ ફરી એકવાર મજૂરી ન મળતા મદારીઓ સાપના ખેલ કરવા મજબૂર બન્યા છે. ટ

એક મદારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમને છેલ્લા ઘણા સમયથી મજૂરી ન મળતી હોવાના કારણે અમે લોકો ફરી એકવાર સાપના ખેલ કરવા માટે મજબૂર બન્યા છીએ. સરકારે પ્રાણીઓના ખેલ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પણ આજે અમારા ઘરનું ગુજરાન ચાલતું ન હોવાથી અમે લોકો ફરી એકવાર આ ધંધા સાથે જોડાયા છીએ, ત્યારે સરકાર પાસે મદારીઓ હાલ માંગણી કરી રહ્યાં છે કે, અમને 2 સાપ પકડી અને ખેલ કરવા માટેની મંજૂરી આપવામાં આવે જેથી અમારા પરિવારનું ગુજરાન ચાલી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.