ETV Bharat / state

બનાસકાંઠામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે મગફળીના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મોટા પ્રમાણમાં ખેડૂતોને ઉત્પાદન કર્યું હતું, પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે હાલ ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે મગફળીના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન
બનાસકાંઠામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે મગફળીના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન
author img

By

Published : Aug 31, 2020, 9:52 PM IST

બનાસકાંંઠાઃ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. હાલમાં પડી રહેલા વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ કરેલા વાવેતરમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ પોતાના ખેતરમાં વાવેલા પાકમાં નુકસાન થતા ખેડૂતો નિરાશ બન્યા છે.

બનાસકાંઠામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે મગફળીના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન
બનાસકાંઠામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે મગફળીના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન

આમ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી એક પછી એક મોટું નુકસાન વેઠતા આવે છે. જેમાં વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ હોય, તીડનું આક્રમણ હોય કે પછી પાણી વગર પાકમાં નુકસાન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હર હંમેશા નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે આ વર્ષે સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં વાવેતર કર્યું હતું. પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના મહેનત પર પાણી ફરી વળી છે.

હાલમાં વરસી રહેલા વરસાદનું પાણી આમ તો ખેડૂતો માટે ઉપયોગી છે. પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડુતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ડીસા તાલુકામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર કર્યું હતું, છેલ્લા ઘણા વર્ષોથી મગફળીના પાકમાં નુકસાન વેઠી રહેલા ખેડૂતો આ વર્ષે નુકસાનીમાંથી બહાર આવે તે માટે પોતાના ખેતરમાં મગફળીનું મોટા પ્રમાણમાં મોંઘાદાટ બિયારણો લાવી વાવેતર કર્યું હતું, પરંતુ અવિરત વરસાદના કારણે ખેતરમાં ઊભેલો મગફળીનો પાક બગડી ગયો હતો, જેના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ડીસા તાલુકામાં દર વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરે છે, છેલ્લા ઘણા વર્ષોથી મગફળીના ભાવમાં ખેડૂતોને સારા ભાવ ન મળતાં સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરી હતી, જેના કારણે ખેડૂતોને સારી આવક થઇ રહી હતી. ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને સારી આવક મળશે તે આશરે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, રાત-દિવસ મહેનત કરી અને ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ ખેડૂતોને હાલમાં પડી રહેલા વરસાદના કારણે ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.

મગફળીના પાકમાં વરસાદી પાણીનો ભરાવો થતા મગફળીનો પાક બગડ્યો છે. મગફળી આમ તો તમને લીલીછમ લાગશે, પરંતુ હકીકતમાં જે મગફળીનું ઉત્પાદન જમીનની અંદર લેવાનું છે. તે તમામમાં મગફળી હાલ બગડી જવા પામી છે. જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર દ્વારા મગફળીમાં નુકસાન થયેલ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.