બનાસકાંઠા : જિલ્લામાં IGP બોર્ડર રેન્જ જે.આર.મોથલીયા તથા SP તરૂણ દુગ્ગલની સૂચના મુજબ DYSP એસ.કે વાળા તથા CPI થરાદ સર્કલના માર્ગદર્શન હેઠળ પોલીસે રૂપિયા 1,24,000નો ભારતીય બનાવટનો દારૂ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન તથા શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુઇગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્વીફ્ટ ગાડી પલ્ટી ખાધેલી હાલતમાં મળી આવી હતી. કારમાં ભારતીય બનાવટનો દારૂ બોટલ નંગ-1240 કિંમત રૂપિયા 1,24,0000નો મુદ્દામાલ, એક પિસ્તોલ તથા જીવતા કારતૂસ નંગ-3 જેની કિમત રૂપિયા 15,300, તથા સ્વીફ્ટ કારની કિંમત રૂપિયા 2,00,000 મળી કુલ રૂપિયા 3,39,300નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન તથા શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.