ETV Bharat / state

ડીસાની પિન્ક સોસાયટીમાં પાણીની ટાંકી લિકેજ થતા લોકોમાં ભય - સ્વર્ણિમ ગુજરાત

ડીસાઃ સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરમાં સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત બનેલા પાણીની ટાંકી અત્યારે મોતનું ટાંકી બની ગઇ છે. આ ટાંકી ગમે ત્યારે મોટી હોનારતને અંજામ આપી શકે તેમ છે. પાણી માટે બનાવવામાં આવેલી આ ટાંકી અત્યારે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે.

disha
author img

By

Published : Jul 25, 2019, 11:37 PM IST

ડીસા શહેરમાં રાણપુર રોડ પર આવેલી પિન્ક સોસાયટી અને તેની આસપાસના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે. તેમના આ ભયનું મુખ્ય કારણ છે, અહીં ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી.

ડીસાની પિંક સોસાયટીમાં પાણીની ટાંકો લિકેજ થતા લોકોમાં ભય

પાલિકા દ્વારા આ વિસ્તારના લગભગ 200થી વધુ ઘરોમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં માટે ત્રણ માસ પહેલા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આ પાણીની ટાંકી વર્ષ 2016ના વર્ષમાં મજૂંર કરવામાં આવી હતી.

તાજેતરમાં જ આ ટાંકીનુ નિર્માણ કાર્ય પૂરું થયું છે. ત્યારે ટાંકીનું નિર્માણ પુરૂ થયાને હજુ તો માત્ર ત્રણ માસ જેટલો જ સમય વિત્યો છે ત્યા જ આ ટાંકીની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે. રહેણાંક વિસ્તારની વચ્ચે ઉભેલી આ ટાંકી અત્યારે ઠેર-ઠેરથી લીકેજ થઈ રહી છે. માત્ર ત્રણ માસ જર્જરિત બની ગયેલી આ ટાંકી અત્યારે અહીંના 200થી વધુ પરિવારો માટે મોટુ જોખમ ઊભુ કરી રહી છે અને લોકો આ ટાંકીને લઈ ભયભીત બની ગયા છે.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.24 07 2019

સ્લગ... પાણી ની ટાંકી લિકેજ

એન્કર : સરહદી બનાસકાંઠા જીલ્લામાં આવેલા ડીસા શહેરમાં સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત બનેલું પાણીનું ટાંકું અત્યારે મોતનું ટાંકું બની ગયું છે.. અને આ ટાંકું ગમે ત્યારે મોટી હોનારતને અંજામ આપી શકે તેમ છે. પાણી માટે બનાવવામાં આવેલું આ ટાંકું અત્યારે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે.

Body:વી.ઑ. : ડીસા શહેરમાં રાણપુર રોડ પર આવેલી પિન્ક સોસાયટી અને તેની આસપાસના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે.. અને તેમના આ ભયનું મુખ્ય કારણ છે અહી ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બનાવવામાં આવેલું પાણી ટાંકું... પાલિકા દ્વારા આ વિસ્તારના લગભગ ૨૦૦થી વધુ ઘરોમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં માટે ત્રણ માસ પહેલા પાણીનું ટાંકું બનાવવામાં આવ્યું હતું.. આ પાણીનું ટાંકું વર્ષ ૨૦૧૬ના વર્ષમાં મંજૂર કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ આ ટાંકાનું નિર્માણ કાર્ય પૂરું થયું છે.. ત્યારે ટાંકાનું નિર્માણ પૂરું થયાને હજુ તો માત્ર ત્રણ માસ જેટલો જ સમય વિત્યો છે અને આ ટાંકાની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે.. રહેણાંક વિસ્તારની વચ્ચો વચ્ચ ઉભેલૂ આ ટાંકું અત્યારે ઠેર ઠેરથી લીકેજ થઈ રહ્યું છે અને આ ટાંકામાથી પાણી બહાર આવી રહ્યું છે.. માત્ર ત્રણ માસ જર્જરિત બની ગયેલું આ ટાંકું અત્યારે અહીના ૨૦૦થી વધુ પરિવારો માટે મોટું જોખમ ઊભું કરી રહ્યું છે.. અને લોકો આ ટાંકાને લઈ ભયભીત બની ગયા છે.

બાઇટ:-રાજુભાઇ માળી – સ્થાનિક રહીશ

બાઈટ:-શારદાબેન દેસાઇ – સ્થાનિક રહીશ

વી.ઑ. : ડીસા શહેરના પિન્ક સોસાયટી વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં લોકો માટે મોત બનીને ઉભેલા આ ટાંકા વિષે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા આ મોતના ટાંકાનું નથી તો સમારકામ કરવામાં આવતું કે નથી તેને હટાવવામાં આવતું ત્યારે આ અંગે જ્યારે અમે ડીસા નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ જોખમી ટાંકા બનાવનાર કોંટ્રાકટરને જાણ કરી દેવામાં આવી છે અને આગામી ત્રણ દિવસમાં તેનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

બાઇટ :-શિલ્પાબેન માળી – પ્રમુખ, ડીસા નગરપાલિકા

Conclusion:વી.ઑ. : લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલું આ ટાંકું લોકોને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવેલું હતું.. પરંતુ અત્યારે તો આ ટાંકું લોકો માટે મોતનો પૈગામ લઈને ઊભું છે.. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ ટાંકામાં પાણી ભરવાનું બંદ કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જનરી મોટી હોનારતને અટકાવી શકાય છે.

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.