- બનાસકાંઠા જિલ્લામાં અનોખી પરંપરા
- ઉત્તરાયણના પર્વને લઇ બનાસકાંઠા જિલ્લામાં તૈયારીઓ શરૂ
- દર વર્ષે 1000 મણ લાડુ બનાવવામાં આવે છે.
- ડીસામાં અનેક સોસાયટીમાં લાડુ બનાવવાનું થયું શરૂ
- ડીસાની બજરંગ નગર વિસ્તારમાં 8 મણ લાડુ બનાવ્યા
બનાસકાંઠાઃ ઉત્તરાયણનો પર્વએ દાન પુણ્યનો પર્વ માનવામાં આવે છે અને દર વર્ષે ઉત્તરાયણના પર્વને લઈ લોકો અલગ-અલગ પ્રકારે દાન કરી ઉજવણી કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વને લઇ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સોસાયટીઓમાં પશુઓ માટે લાડુ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં અનોખી પરંપરા
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉત્તરાયણ પર્વની લોકો અલગ-અલગ પ્રકારે ઉજવણી કરતાં હોય છે, ત્યારે હવે ઉત્તરાયણના પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી પશુઓ માટે લાડુ બનાવવાની એક અનોખી પરંપરા છે. બનાસકાંઠા જિલ્લાવાસીઓ માને છે કે, દાન-પુણ્ય કરવા માટે ઉત્તરાયણનો પર્વ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી લોકો ઉત્તરાયણના પર્વમાં પશુઓની અલગ-અલગ પ્રકારે સેવા કરી પર્વની અનોખી રાતે ઉજવણી કરે છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પશુઓ માટે લાડુ બનાવવાની એક અનોખી પરંપરા છે, ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં લોકોએ લાડુ બનાવવાની પરંપરા જાળવી રાખી છે.
દર વર્ષે 1000 મણ લાડુ બનાવવામાં આવે છે
બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં લાડુ બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 1000 મણ લાડુ લોકો બનાવી અને પશુઓને આપે છે અને ઉત્તરાયણના દિવસે એક અનોખી સેવા કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ હવે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહી છે, ત્યારે દરેક વિસ્તારમાં મહિલાઓ એકઠ્ઠી થઇ પશુઓ માટે લાડુ બનાવવાની શરૂઆત કરી રહી છે. આ લાડુ મહિલાઓ દ્વારા ઉત્તરાયણના દિવસે તમામ પશુઓને ખવડાવી અને દાન-પુણ્ય કરવામાં આવે છે.
ડીસામાં લાડુ બનાવવાનું શરૂ
ઉત્તર ગુજરાતમાં એક માન્યતા સદીઓથી ચાલી આવી રહી છે. ડીસાના બજરંગ નગર વિસ્તારમાં પણ મહિલાઓએ દર વર્ષની જેમ શ્વાન માટે લાડુ બનાવવાની શરૂઆત કરી હતી. આ દાવતની થઈ રહેલી આ તૈયારી જમણવાર કે, ભોજન સમારંભ માટે નથી પરંતુ શ્વાનોની દાવત તૈયાર કરવામાં આવી રહી છે. શિયાળાની ઋતુમાં જે રીતે લોકો પોષણયુક્ત ખોરાક આરોગતા હોય છે. તેવી જ રીતે શ્વાનો માટે પણ લાડુ બનાવવામાં આવે છે અને તે લાડુ શ્વાનોને ખવડાવવામાં આવે છે અત્યારે ડીસાના બજરંગ નગર વિસ્તારની મહિલાઓ ઘઉં, ઘી, તેલ અને ગોળ માંથી લાડુ બનાવી રહી છે. ઉત્તરાયણ સુધી શ્વાનોને જમાડશે દર વર્ષે 50 મણ લાડુ આ મહિલાઓ બનાવતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી તે આ મહિલાઓએ શ્વાનો માટે 160 કિલો લાડુ બનાવ્યાં છે અને આ લાડુ તેમના વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં શ્વાનોને ખવડાવવામાં આવશે.