ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વટ સાવિત્રી વ્રતના દિવસે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ - Vat Savitri vrat

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ એક મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance)ના ધજાગરા ઉડાડતા હોવાની ઘટના સામે આવી છે. વટ સાવિત્રી વ્રતની ઉજવણી પ્રસંગે 300 જેટલી મહિલાઓનું ટોળું ભેગું થઇ ગયું હતું અને માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ વગર વ્રતની ઉજવણી કરી હતી.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Jun 25, 2021, 9:34 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની કરી ઉજવણી
  • બનાસકાંઠાના ડીસામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • મંદિરમાં 300 જેટલી મહિલાઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર વ્રતની ઉજવણી કરી

બનાસકાંઠા: કોરોના (corona) વાઇરસની બીજી લહેરમાં વધતા જતા સંક્રમણના કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. ત્યારે હજુ તો માંડ કોરોના વાઇરસની બીજી લહેર કાબૂમાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો જાણે કોરોના વાઇરસની પરિસ્થિતિ ભુલી ગયા હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. અગાઉ પણ અનેક જગ્યાએ લગ્ન પ્રસંગે લોકોએ કરેલી ભીડ અને હવે વ્રતો શરૂ થતાની સાથે મહિલાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ(social distance) વગર પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરની પૂજા

છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાના લોકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને અવાર-નવાર સોશિયલ ડિસ્ટન્સ (social distance)ના ધજાગરા તેમજ માસ્ક વગર ટોળેટોળા થઈ જતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠાના ડીસામાં આવેલા ત્રણ હનુમાન મંદિર ખાતે પણ વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે મહિલાઓના ટોળા એકઠા થઇ ગયા હતા. અઢીસોથી ત્રણસો જેટલી મહિલાઓમાં એક પણ મહિલાના ચહેરા પર માસ્ક નથી.

આ પણ વાંચો: Vat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીને આમંત્રણ

જાણે કોરોના(corona) નામની છે જ નહીં તેવી રીતે ઉજવણી કરાઈ રહી છે, પરંતુ આવા દ્રશ્યો ગંભીર સાબિત થઇ શકે છે. એક તરફ સરકાર કોરોના મહામારીની ત્રીજી લહેરને અટકાવવા માટે દિનરાત પ્રયાસો કરી રહી છે. ત્યારે બીજી તરફ આવા બેપરવા લોકો જાણે આમંત્રણ આપી રહ્યા છે. આ બાબતની જાણ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશ હરીયાણીને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ધોરણે મહિલાઓની ભીડ મંદિરથી દૂર કરાવી હતી અને સોશિયલ ડિસ્ટન્સ(social distance) સાથે મહિલાઓને પૂજા અર્ચના કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જો આગામી સમયમાં મંદિરના પુજારી દ્વારા ફરીથી આ રીતે ભીડ એકત્રિત કરવામાં આવશે તો આરોગ્ય વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં વટ સાવિત્રી વ્રતના દિવસે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

આ પણ વાંચો: vat savitri vrat: વટ સાવિત્રી વ્રત છે અખંડ સૌભાગ્યનું વ્રત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.