ETV Bharat / state

રાજ્યકક્ષાના પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ શિક્ષણવિભાગ પ્રધાન કાંકરેજ MLA કીર્તિસિંહ વાઘેલાના માતાએ શું કહ્યું?

બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને પ્રધાનપદ મળતાં સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવેલા કીર્તિસિંહને પ્રધાનપદ મળતાં તેમના નિવાસસ્થાને પરિવારની મહિલાઓએ પણ એકબીજા પર ગુલાલ ઉડાડી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી.

રાજ્યકક્ષાના પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ શિક્ષણવિભાગ પ્રધાન કાંકરેજ MLA કીર્તિસિંહ વાઘેલાના માતાએ શું કહ્યું?
રાજ્યકક્ષાના પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ શિક્ષણવિભાગ પ્રધાન કાંકરેજ MLA કીર્તિસિંહ વાઘેલાના માતાએ શું કહ્યું?
author img

By

Published : Sep 16, 2021, 8:08 PM IST

  • કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને મળ્યું પ્રધાનપદ
  • કીર્તિસિંહ વાઘેલાના પરિવાર અને સમર્થકોમાં ખુશીની છોળો
  • ખારીયા ગામના વતની છે અને ખેડૂત પુત્ર પણ છે

    કાંકરેજઃ ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ આજે ચોથા દિવસે પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની પસંદગી થઈ છે. તેમને પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યપ્રધાન બનાવાયાં છે. જેને લઇને બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર ખાતે પ્રધાન તરીકે શપથ લેતાં કાંકરેજ શિહોરી, થરા તેમજ તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહ મનાવ્યો હતો.

    થરાના ખારીયા ગામના ખેડૂત પુત્ર છે કીર્તિસિંહ વાઘેલા

    કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા મૂળ થરાના ખારીયા ગામના વતની છે અને ખેડૂત પુત્ર છે. તેમના પિતા પ્રભાતસિંહ વાઘેલા તથા તેમની માતા ફતુબા વાઘેલા અગાઉ ખારીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેમના બે ભાઈ ખેતી સાથે સંકળાયેલા છે.
    કાંકરેજના ખારીયા ગામમાં રહે છે રાજ્યકક્ષાના પ્રધાન કીર્તિસિંહ વાઘેલા

    કીર્તિસિંહ વાઘેલાનું જીવન

    બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભાને ભાજપે પ્રથમ વખત પ્રધાનપદ આપ્યું છે. કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને સૌથી ગરીબ ધારાસભ્ય કહી શકાય. તેમનો જન્મ ખારીયા ગામે 1 જૂન 1069ના રોજ ગરીબ ખેડૂત પરિવારમાં થયેલો. તેલના દીવે બેસી અભ્યાસ કર્યો અને વ્યવસાયે તેઓ ખેડૂત છે. ભાજપમાં રાજનીતિની શરૂઆત કરી તેઓ કિસાન મોરચાની સામાન્ય જવાબદારી નિભાવતાં હતાં. તે દરમિયાન 2017માં વિધાનસભાની ટિકિટમાં કાંકરેજ બેઠક ઉપરથી તેઓ હરીફ ઉમેદવારને 850 મતે હરાવી વિજેતા થયાં હતાં.

    પરિવાર અને સમર્થકોની ખુશીનો પાર નહીં

    ગુજરાત સરકાર ટીમમાં સમાવેશ થતા સમગ્ર જિલ્લા સહિત તેમના પરિવારમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી હતી. તેમના સમર્થકોએ ફટાકડાં ફોડી ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે તેમની પરિવારની મહિલાઓએ એકબીજા પર ગુલાલ ઉડાડી, મો મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. તેમની માતાએ કીર્તિસિંહને શ્રવણ જેવો દીકરો ગણાવી અપાર ખુશી મનાવી હતી. તો તેમની દીકરીએ પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેલના દીવે મારા પિતાએ અભ્યાસ કરી અને રાજનીતિમાં પ્રવેશ કર્યો હવે પ્રધાન બન્યાં છે ત્યારે ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરી છે તેનાથી પણ વધુ પ્રધાન બનીને સેવા કરશે તેનો મને વિશ્વાસ છે.
    કીર્તિસિંહ વાઘેલાના પરિવારમાં ગુલાલની છોળો ઉડી

    ઈમાનદારી નિભાવતા ધારાસભ્યને મંત્રી પદ

    બનાસકાંઠાના નિર્વિવાદિત ધારાસભ્ય અને ગરીબ પરિવારમાં જન્મેલા કીર્તિસિંહ વાઘેલા પોતાના ગામમાં જ રહીને લોકોની સેવા કરતાં હતાં. હવે જ્યારે પ્રધાનપદ મળ્યું છે. ત્યારે તેમના પરિવારમાં અને સમગ્ર જિલ્લામાં અનેરી ખુશીનો માહોલ છવાયો છે. ભાજપ કોઈ લોબિંગ કે પૈસાથી પ્રધાનપદ નહીં પરંતુ ઈમાનદારી નિભાવતા ધારાસભ્યને આપે છે તે એક દાખલો પણ ભાજપે બેસાડ્યો છે.

    હું ગર્વ અનુભવું છું -ફતુબા વાઘેલા

    મારા પુત્ર કાંકરેજના ધારાસભ્ય છે અને હવે ગુજરાત સરકારમાં પ્રધાન તરીકે તેમની પસંદગી થઈ છે. સમગ્ર ગામ અને મારા પરિવાર માટે આ ગર્વની વાત છે. આટલા નાના ગામમાંથી પ્રથમવાર પ્રધાનપદ મળતાં આખા ગામમાં ખુશી જોવા મળી હતી.

    આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલનું પ્રધાન મંડળ અંતે રચાયું, જુના તમામ પ્રધાનો બાકાત, જુઓ નવા પ્રધાન મંડળની તમામ વિગતો

આ પણ વાંચોઃ વિસનગર પાટીદાર સમાજમાંથી આવતા કદાવર નેતા ઋષિકેષ પટેલ કેબિનેટમાં મળ્યું સ્થાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.